Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનમાં ભરપૂર લિથિયમ ભંડાર હોવાનું અનુમાન

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનમાં લોખંડ, તાંબું, કોબાલ્ટ, સોના અને લિથિયમનો મોટો ભંડાર ઉપલબ્ધ છે. તેમનું માનવું છે કે અફઘાનિસ્તાનના મિનરલ્સ સંશાધન પૃથ્વી પર સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં મિનરલ્સ ટેક્નોલોજીની સૌથી મોટી જરૂરિયાત છે. એની મદદથી જ મોબાઈલ ફોન, ્‌ફ, હાઈબ્રિડ એન્જિન, કમ્પ્યુટર, લેઝર અને બેટરી બનાવવામાં આવે છે. અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાંથી એક છે, જાેકે અફઘાનિસ્તાનમાં એક ટ્રિલિયન ડોલર એટલે કે ૭૪.૩૭ લાખ કરોડ રૂપિયાથી વધુનો મિનિરલ્સનો ભંડાર છે. ૨૦૧૦માં અમેરિકાના સૈન્ય અધિકારીઓ અને જિયોલોજિકલ સર્વેએ ખુલાસો કર્યો હતો કે અફઘાનિસ્તાનના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રમાં લગભગ એક ટ્રિલિયન ડોલરના મિનરલ્સનો ભંડાર છે, જે દેશના ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્‌સને સંપૂર્ણ રીતે બદલી શકે છે. તાલિબાન સત્તામાં પરત ફર્યા પછી નિષ્ણાતોને અફઘાનિસ્તાનનાં મિનરલ્સની સુરક્ષાની ચિંતા સતાવા લાગી છે.
ઈકોલોજિકલ ફ્યુચર્સ ગ્રુપના ફાઉન્ડર વૈજ્ઞાનિક અને સિક્યોરિટી એક્સપર્ટ રોડ શૂનોવરે કહ્યું હતું કે સુરક્ષા પડકારો, ઈન્ફ્રાસ્ટ્રકચરની અછત અને દુષ્કાળે પહેલાં આ મિનરલ્સને કાઢવાથી અટકાવ્યાં હતાં. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનો આવવાથી સ્થિતિ બદલાવાની શક્યતા નથી. સૌથી વધુ મિનરલ્સ તરીકે અહીં લોખંડ અને તાંબું છે. એની માત્રા ખૂબ જ વધુ છે. એ એટલી માત્રામાં છે કે અફઘાનિસ્તાન આ મિનરલ્સમાં વિશ્વમાં સૌથી મોટો દેશ બની શકે છે. એની પર તાલિબાનને સમર્થન કરનારા દેશોની નજર લાગેલી છે, જેમાં ચીન પણ સામેલ છે.
ેંજી જિયોલોજિકલ સર્વેમાં ર્મિજાદે ૨૦૧૦માં સાયન્સ મેગેઝિનને જણાવ્યું હતું કે જાે અફઘાનિસ્તાનમાં થોડાં વર્ષો શાંતિ રહે છે અને મિનરલ્સ સંશાધનોનો વિકાસ થાય છે તો એ એક દાયકામાં આ ક્ષેત્રનો સૌથી અમીર દેશમાંથી એક બની શકે છે. સમગ્ર વિશ્વમાં લિથિયમ, કોબાલ્ટ અને દુર્લભ અર્થ એલિમેન્ટ્‌સના ઉત્પાદનમાં માત્ર ૩ દેશનો ૭૫ ટકા હિસ્સો છે. આ દેશોમાં ચીન, રિપબ્લિક ઓફ કાંગો અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ, પારંપરિક કારની સરખામણીમાં સરેરાશ ઈલેક્ટ્રિક કાર માટે ૬ ગણા વધુ મિનરલ્સની જરૂરિયાત છે. લિથિયમ, નિકલ અને કોબાલ્ટનો બેટરી બનાવવામાં ઉપયોગ થાય છે. કોપર અને એલ્યુમિનિયમનો ઈલેક્ટ્રિસિટી નેટવર્કમાં ઉપયોગ થાય છે, જ્યારે વિન્ડ ટર્બાઈન સાથે જાેડાયેલાં કાર્યોમાં મેગ્નેટ બનાવવા માટે દુર્લભ અર્થ એલિમેન્ટ્‌સની જરૂરિયાત હોય છે. હાલ સમગ્ર વિશ્વ કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે ઈલેક્ટ્રિક કારો અને અન્ય સ્વચ્છ ટેક્નિકને અપનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ કારણે લિથિયમ અને કોબાલ્ટ જેવી મેટલ્સની સાથે નિયોડિમિયમ જેવા દુર્લભ અર્થ એલિમેન્ટ્‌સની માગ વધી રહી છે. આ વર્ષે મે મહિનામાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કહ્યું હતું કે લિથિયમ, કોપર, નિકલ, કોબાલ્ટ અને દુર્લભ અર્થ એલિમેન્ટ્‌સની વૈશ્વિક સપ્લાય નહિ વધે તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાના પ્રયત્નો અસફળ થઈ શકે છે.

Related posts

मोदी है तो मुमकिन है : अमेरिकी विदेश मंत्री माइक पॉम्पियो

aapnugujarat

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધ : જિનપિંગ

editor

Gas pipeline exploded in Bangladesh, 7 died, 8 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1