Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૧મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં શિલાન્યાસની શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની જાહેરાત

રામમંદિર નિર્માણનો મામલો હજી જ્યાં અદાલતમાં ચાલી રહ્યો છે ત્યાં ફરીએકવાર આ મામલે સરકાર પર દબાણ સર્જવા માટે દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યા ખાતે ૨૧મી ફેબ્રુઆરીએ કોઇપણ ભોગે શિલાન્યાસ કરવાની જાહેરાત કરતા હલચલ મચી જવા પામી છે.
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે હવે તેઓ સ્વયં રામમંદિરના નિર્માણ માટે પહેલ કરશે. ૧૭ ફેબ્રુઆરીના રોજ હું પ્રયાગથી અયોધ્યા કૂચ કરી જઇશ. ર૦ ફેબ્રુઆરીએ એક વિરાટ સભા યોજાશે અને ર૧મી ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ દરમિયાન અમને જો કોઇ રોકવાનો પ્રયાસ કરશે તો અમે લાઠી અને ગોળી ઝીલવા પણ તૈયાર છીએ.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ તો સતત આવતી રહે છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. હવે લોકસભાની ચૂંટણી યોજાશે, પરંતુ અમે અયોધ્યાના શિલાન્યાસનો કાર્યક્રમ કોઇ પણ સંજોગોમાં મોકૂફ રાખીશું નહીં. જરૂર પડે જેલમાં જવા પણ તૈયાર છીએ.
શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભકતોને એક એક ઇંટ સાથે અયોધ્યામાં આયોજિત શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચવા અપીલ કરી છે. શંકરાચાર્યનો દાવો છે કે અમને અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને તેઓ પણ અમારી સાથે અયોધ્યા કૂચ કરી જશે.
શંકરાચાર્ય સ્વરૂપાનંદે જણાવ્યું હતું કે અમે અયોધ્યા જઇશું અને ગર્ભગૃહમાં ચાર શિલાઓ રાખીશું. અમે સવિનય કાનૂન ભંગ કરીશું. આ યાત્રાને રામ આગ્રહ માટે અયોધ્યા પ્રસ્થાન નામ આપવામાં આવ્યું છે. સત્યાગ્રહની પેટર્ન પર જ રામ આગ્રહ કરાશે. તેેમણે જણાવ્યું હતું કે કોઇ પણ પક્ષ હોય તે પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી સપા હોય, કોઇ પણ પક્ષ મંદિર તો શું મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ પણ બનાવી શકે તેમ નથી.

Related posts

एलटीसी वाउचर स्कीम: निजी क्षेत्र के कर्मचारियों को भी मिलेगी आयकर में छूट

editor

દેશમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઈ-ચલણ થકી દંડમાં વધારો : માર્ગ અકસ્માતમાં ડેથ રેટ ઘટ્યો

aapnugujarat

प्रधानमंत्री मोदी ने किसानों के लिए लॉन्च की 1 लाख करोड़ की वित्तपोषण सुविधा

editor

Leave a Comment

UA-96247877-1