Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઈ-ચલણ થકી દંડમાં વધારો : માર્ગ અકસ્માતમાં ડેથ રેટ ઘટ્યો

અત્યારે વિવિધ ગવર્નમેન્ટ ડેટા પર નજર કરીએ તો માત્ર મેમો અને ટ્રાફિકના ગુનાઓ માટે દંડમાં જંગી વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટે એવું માનવું તદ્દન સાચ્ચું ન પણ હોઈ શકે. ઈચલણ દંડની વાત કરીએ તો રાજ્યભરમાં ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ નિયમ અમલીકરણ એજન્સીઓ દ્વારા ઈ-ચલણ થકી દંડ વસૂલાયેલા દંડમાં સતત વધારો થયો. છેલ્લા લગભગ સાડા ત્રણ વર્ષમાં આમાં 450%નો વધારો થયો છે. બીજી બાજુ જોવા જઈએ તો માર્ગ અકસ્માતમાં ડેથ રેટ માત્ર 3 ટકા જેટલો ઓછો થયો છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની સુધારેલી જોગવાઈઓ સપ્ટેમ્બર 2019થી અમલમાં આવ્યા બાદ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ નિયમોના ઉલ્લંઘન માટેના દંડમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો હતો. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા લોકસભામાં આપવામાં આવેલા ડેટા દર્શાવે છે કે આવા ગુનાઓ માટે એકત્ર કરાયેલી આવક સપ્ટેમ્બર 2019 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે ઈ-ચલાન વધીને રૂ. 7,870 કરોડ થઈ ગયા છે.

દિલ્હીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ઈચલણથી વસૂલવામાં આવેલા દંડની આવક વધીને રૂ. 511 કરોડ થઈ છે, જે નવા MV એક્ટ પહેલાના સમયગાળામાં રૂ. 65 કરોડની આસપાસ હતી. બીજી બાજુ મહારાષ્ટ્રમાં, આવા દંડની આવક માત્ર રૂ. 11 કરોડની સરખામણીએ વધીને રૂ. 603 કરોડ થઈ છે. હરિયાણાના કિસ્સામાં, દંડમાં એકત્ર કરાયેલી આવક પણ 330 કરોડ રૂપિયાથી ત્રણ ગણી વધીને 997 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

જોકે, રોડ ડેથ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે 2016-19 દરમિયાન 12,500 મૃત્યુની સરખામણીમાં 2019-21 દરમિયાન દર મહિને સરેરાશ મૃત્યુ 12,138 હતા. સરકારે હજુ 2022ના માર્ગ અકસ્માતના આંકડા પ્રકાશિત કર્યા નથી. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા સૌથી ઓછી 1. 32 લાખ હતી, મુખ્યત્વે કોવિડને કારણે મહિનાઓથી વાહનોની અવરજવર પરના પ્રતિબંધો આની પાછળ જવાબદાર રહી શકે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચલણ અને દંડ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે માર્ગ અકસ્માતો અને જાનહાનિ ઘટાડવા માટે નિયમોનું વધુ સારું અને વૈજ્ઞાનિક અમલ એ ચાવીરૂપ છે.

ટ્રાફિક અમલીકરણનો હેતુ ડ્રાઈવરનું વર્તન સુધારવાનો છે. તેઓ વ્યૂહાત્મક અમલીકરણ કરે છે જ્યાં તેઓ સુનિશ્ચિત કરે છે કે જેમ જેમ આવા ઉલ્લંઘનોના કિસ્સા વધે છે એનાથી સીખ મેળવી ડ્રાઈવરના વર્તણૂકમાં પણ સુધારો જોવા મળે. એટલું જ નહીં માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ઈજાઓ ઓછી થાય છે કે નહીં એના પર પણ ચર્ચા વિચારણા કરાય છે.

પંજાબ સરકારના ટ્રાફિક સલાહકાર નવદીપ અસિજાએ પણ કહ્યું કે ટ્રાફિક નિયમોનો અમલ અને પોલીસિંગનું યોગ્ય પ્લાનિંગ કરવું જોઈએ. ચલણ એ વિસ્તારમાં વધારે આપવા જોઈએ જ્યાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધુ છે. એટલું જ નહીં બપોરે 3થી રાત્રે 9 વાગ્યા સુધીમાં માર્ગ અકસ્માત સતત વધતા રહે છે, આને લઈને પણ ઈચલણ અને પોલીસ પેટ્રોલિંગ પર ધ્યાન આપવું જોઈએ.

Related posts

पटनायक सरकार ने सात पर्यटन स्थलों के लिये जमीनें आवंटित करने के प्रस्ताव को दी मंजूरी

aapnugujarat

ઉપવાસ દલિતોનો ઉપહાસ છે : ભાજપ

aapnugujarat

સીબીઆઇએ સજ્જન કુમારને ૧૯૮૪ શીખ વિરોધી તોફાનનાં ‘‘મુખ્ય વિલન’’ ગણાવ્યા, જામીનનો કર્યો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1