Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઇએ સજ્જન કુમારને ૧૯૮૪ શીખ વિરોધી તોફાનનાં ‘‘મુખ્ય વિલન’’ ગણાવ્યા, જામીનનો કર્યો વિરોધ

કેન્દ્રીય તપાસ પંચે કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારની જામીન અરજીનો વિરોધ કરતા સોમવારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે ૧૯૮૪ શીખ વિરોધી તોફાનો દરમિયાન થયેલા જધન્ય ગુનાઓના તે ’વડા’ હતા જેમાં શીખોનો નરસંહાર થયો. કોંગ્રેસના પૂર્વ સાંસદ ૭૩ વર્ષીય સજ્જન કુમારે દિલ્હી હાઇકોર્ટનાં ૧૭ ડિસેમ્બર, ૨૦૧૮નાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટે સજ્જન કુમારને એક મુદ્દે દોષીત ઠેરવતા ઉંમર કેદની સજા ફટકારી છે.ન્યાયમૂર્તિ એસ.એ બોબડે અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની પીઠે સજ્જન કુમારની જામીન અરજી ૧૫ એપ્રીલ સુધી સુનવણી ટાળતા તપાસ એજન્સીને નિર્દેશ આપ્યા કે પૂર્વ સાંસદની સંડોવણી વાળા અન્ય કેસની પ્રગતી અંગે તેમને માહિતી આપે.
તપાસ પંચની તરફથી સોલિસિટર જનરલ તુષામ મહેતાની પીઠે કહ્યું કે, જો સજ્જન કુમારને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ન્યાયની મજાક ગણાશે. કારણ કે ૧૯૮૪નાં શીખ વિરોધી તોફાનો સંબંધિત એક અન્ય કેસમાં પટિયાલા હાઉસની કોર્ટે તેમના પર કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે, શીખોના નરસંહાર એક ક્રુર અપરાધ છે.
સજ્જન કુમાર આ સમગ્ર કાંડના વડા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સજ્જન કુમારને હાઇકોર્ટે ૧ અને ૨ નવેમ્બર ૧૯૮૪ની રાત્રે દક્ષિણ પશ્ચિમ દિલ્હીનાં રાજનગર પાર્ટ-૧માં પાંચ શીખોને જીવતા સળગાવવા અને રાજ નગર પાર્ટ-૨માં એક ગુરૂદ્વારામાં આગ લગાવવાની ઘટના સંબંધિત મુદ્દે સજા ફટકારી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪નાં રોજ તેમનાં બે શીખ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ મોટા પ્રમાણમાં શીખ વિરોધી તોફાનો ભડકી ઉઠ્યા હતા. આ તોફાનોમાં માત્ર દિલ્હીમાં જ ૨૭૦૦ શીખ મરાયા હતા. આ મુદ્દે સુનવણી દરમિયાન સજ્જન કુમારના વકીલે પીઠને જણાવ્યું કે, આ મુદ્દે એક મહત્વનાં સાક્ષીએ પહેલા ચાર નિવેદનમાં ક્યાયં સજ્જન કુમારનું નામ નહોતું લીધું ત્યાર બાદના એક નિવેદનમાં કોંગ્રેસનાં એક નેતાનું નામ લીધું હતું. કોર્ટે પુછ્યું કે કેટલા સમયથી સજ્જન જેલમાં છે. જે અંગે વકીલે જણાવ્યું કે છેલ્લા ૩ મહિના કરતા પણ વધારે સમયથી તેઓ જેલમાં છે અને કેસની સુનવણી દરમિયાન તેમને આગોતરા જામીન મળ્યા હતા તેનો ક્યારે પણ તેમણે દુરૂપયોગ નથી કર્યો.

Related posts

तीन तलाक के मुद्दे को लेकर महिला ने ससुर को पीटा

aapnugujarat

રોબર્ટ વાડ્રાની મની લોન્ડ્રિંગના કેસમાં ૮ માર્ચે પૂછપરછ કરાશે

aapnugujarat

अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम का घर और होटल नीलाम हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1