Aapnu Gujarat
રાષ્ટ્રીય

ISROએ 36 સેટેલાઈટ લઈ જતું LVM3 રોકેટ કર્યું લોન્ચ

ISROએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી 36 સેટેલાઈટ લઈ જતું ભારતનું સૌથી મોટું LVM3 રોકેટ લોન્ચ કર્યું છે. બ્રિટનની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (વનવેબ ગ્રૂપ કંપની)એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે, જે ઈસરોની વ્યાપારી શાખા છે. આ શાખા 72 ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે છે.
વનવેબ ગ્રુપ કંપની માટે પહેલા 36 સેટેલાઈટ 23 ઓક્ટોબર 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. રવિવારે ઈસરોનું આ 18મું લોન્ચિંગ છે. તથા આ વર્ષનું ત્રીજું લોન્ચ છે. વળી પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સેટેલાઈટના સમૂહની પહેલી પેઢી પૂરી થઈ જશે.

OneWebએ એક દિવસ પહેલા કહ્યું હતું કે 17 લોન્ચ પૂરા થઈ ગયા છે. આ એક મહત્વપૂર્ણ લોન્ચિંગ હતું જે થવા જઈ રહ્યું છે. ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ ખાતે ISRO અને તેના ભાગીદારો દ્વારા આ સપ્તાહના અંતમાં વધુ 36 સેટેલાઈટ લોન્ચ કરવાની સાથે જ પૃથ્વીની ભ્રમણકક્ષામાં આપણા સેટેલાઈટની કુલ સંખ્યા 616 સુધી પહોંચી જશે. જે આ વર્ષે વૈશ્વિક સેવાઓ શરૂ કરવા માટે પૂરતી છે.

આ ઉપગ્રહોને 43.5 મીટર ઊંચા રોકેટ દ્વારા 26 માર્ચે સવારે 9 વાગ્યે ચેન્નાઈથી લગભગ 135 કિમી દૂર સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા.

LVM3 એક ત્રણ લેયર વાળુ રોકેટ છે. જેના પહેલા લેયરમાં ફ્યુઅલ હોય છે. ત્યારપછી દો સ્ટ્રેપ-ઓન મોટર, ક્રાયોજેનિક એન્જિન હોય છે. આ રોકેટની ક્ષમતા એએલઈઓ સુધી 10 ટન અને જિયો ટ્રાન્સફર ઓર્બિટ સુધી ચાર ટન વજન લઈ જવાની છે. રોકેટ લોન્ચના 19 મિનિટ પછી સેટેલાઈટ્સના અલગ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. 36 સેટેલાઈટ્સ વિવિધ લેયરમાં હોય છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૧૨ આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા

editor

बिपिन रावत के बाद लेफ्टिनेंट जनरल मनोज मुकुंद नरवाणे होंगे सेना प्रमुख

aapnugujarat

વંદે ભારત ટ્રેન-૧૮ આજથી દોડતી કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1