Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વંદે ભારત ટ્રેન-૧૮ આજથી દોડતી કરાશે

દેશની સૌથી ઝડપી ટ્રેન ગણાતી ટ્રેન-૧૮ને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એટલે કે ટ્રેન-૧૮ને આવતીકાલે લીલીઝંડી આપવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલીઝંડી આપનાર છે. આ ટ્રેનમાં અનેક નવી સુવિધાઓ છે. અલબત્ત આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. વંદે ભારત એક્સપ્રેસ અથવા તો ટ્રેન-૧૮માં દિલ્હીથી વારાણસી વચ્ચે એસી ચેર કારમાં ભાડુ ૧૮૫૦ રૂપિયા રહેશે જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસમાં ભાડુ ૩૫૨૦ રૂપિયા રહેશે જેમાં કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે. વિશ્વસનીય સુત્રો દ્વારા આ અંગેની માહિતી આપી છે. વાપસીના ગાળા દરમિયાન ચેરકાર ટિકિટની કિંમત ૧૭૯૫ રૂપિયા રહેશે જ્યારે એક્ઝીક્યુટીવ કારના યાત્રીઓને ૩૪૭૦ રૂપિયા ચુકવવા પડશે. વંદે ભારત એક્સપ્રેસમાં ચેરકારનું ભાડુ શતાબ્દીના ચેરકારની સરખામણીમાં ૧.૫ ગણો છે અને એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડા એસી ફર્સ્ટ ક્લાસથી ૧.૪ ગણો વધારે છે. આ સેમી હાઈસ્પીડ ટ્રેનને ૧૫મી ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી દર્શાવી શરૂ કરનાર છે. ટ્રેનમાં બે બોગી રાખવામાં આવી છે જેમાં એક્ઝિક્યુટીવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ થાય છે. બંને કેટેગરી માટે ભોજનની કિંમત અલગ અલગ રાખવામાં આવી છે. ટ્રેન પોતાની ૭૯૫ કિલોમીટરની યાત્રામાં બે સ્ટેશન કાનપુર અને પ્રયાગરાજમાં રોકાશે.
આ માર્ગ ઉપર હજુ સુધી દોડનાર તે સૌથી મોટી ટ્રેન રહેશે. આ યાત્રા ૮ કલાકમાં પૂર્ણ થશે. ધીમે ધીમે ટ્રેન ૧૮ને શતાબ્દીની જગ્યાએ દેશભરમાં શરૂ કરવામાં આવશે.

Related posts

सूरत में बनी 100वीं के-9 वज्र तोप सेना में शामिल

editor

કર્ણાટક ચૂંટણીમાં મતદારોને રિઝવવા પર કોંગ્રેસ, ભાજપનું ફોકસ

aapnugujarat

राष्ट्रपति कोविंद, पीएम मोदी, गृहमंत्री शाह समेत कई नेताओं ने देशवासियों को दी दिवाली की बधाई

editor

Leave a Comment

UA-96247877-1