Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૧૨ આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં માં ભારતીય જવાનોનું આતંકની વિરૂદ્ધ ઓપરેશન ચાલુ છે. સેનાએ શોપિયાંમાં કાલથી ચાલી રહેલ અથડામણમાં બીજા ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે. ગઇકાલે બપોરે શરૂ થયેલી અથડામણમાં કુલ ત્રણ આતંકીઓને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લાં ૪૮ કલાકમાં લગભગ ૧૦ આતંકીઓને ઠાર કરી દીધા છે. તો પુલવામામાં પણ ૨ આતંકીઓને ઠાર કરાયા છે. અનંતનાગ જિલ્લામાં પણ સેના અને આતંકીઓની વચ્ચે એક અથડામણ થઇ છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કાશ્મીરમા છેલ્લાં ૪૮ કલાકમાં ચાર જગ્યાએ અથડામણ થઇ છે.
ગઇ ૯મી એપ્રિલના દિવસે પણ સેના અને આતંકીઓની વચ્ચે શોપિયાંમાં અથડામણ થઇ હતી જે આઠ એપ્રિલના દિવસે શરૂ થઇ હતી. તેમાં આતંકી એક મસ્જિદમાં છુપાઇ ગયા હતા. બીજું એકન્કાઉન્ટર અવંતિપોરાના ત્રાલમાં પણ થયું હતું. તેમાં પણ બે આતંકીઓ મરી ગાય હતા. મરેલા આતંકીઓમાં અંસાર ગજવત-ઉલ-હિન્દ (છય્ેૐ) ચીફ ઇમ્તિયાઝ શાહ પણ હતા. ઇમ્તિયાઝ શાહના મર્યાની પુષ્ટિ કાશ્મીર ઝોનના આઇજીએ પણ કરી હતી. આ અથડામણમાં સેનાના ચાર જવાન પણ ઘાયલ થયા હતા. જાે કે ઘાયલ જવાનોને ઘાયલ મામૂલી ઇજા પહોંચી છે.
મામલાની ગંભીરતાને જાેતા શોપિયાં અને પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ હતી. આતંકીઓના ખાત્માને લઇ સાઉથ કાશ્મીરમાં સોનાનું ઓપરેશન ચાલુ છે. એન્કાઉન્ટર બાદથી જ શોપિયાંના હાડિપોરા (ૐટ્ઠઙ્ઘૈॅર્ટ્ઠિ) વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન રજૂ કરી દીધું છે. આ એન્કાઉન્ટરમાં અલ બદ્રે નામના આતંકી સંગઠન સાથે જાેડાયેલા ત્રણ આતંકી ઠાર કર્યા છે.

Related posts

बिजबेहरा में सुरक्षाबलों ने दो आतंकियों को किया ढेर

aapnugujarat

યશવંતસિંહા, અરૂણ શૌરી અને અન્યો દ્વારા અરજી કરાઇ

aapnugujarat

કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલની ઓક્ટોબરમાં તાજપોશી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1