Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉપવાસ દલિતોનો ઉપહાસ છે : ભાજપ

દલિતોના મુદ્દા પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ઉપવાસને ભાજપ દ્વારા દલિતો માટે ઉપહાસ ગણાવવામાં આવ્યો છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહ રાવેે ટિ્‌વટર પર ટિ્‌વટ કરી રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યું હતું.  રાહુલ આજે દલિતોના મુદ્દાઓને લઇને રાજઘાટ પર ઉપવાસ પર બેઠા હતા. રાવે ટિ્‌વટ કરતા કહ્યું કે તે દલિત હિતો માટે ઉપવાસ નથી, તે દલિત હિતોનો ઉપહાસ છે. રાહુલ ગાંધી ફરી એકવાર કેમેરા માટે રાજનીતિ કરી રહ્યા છે. રાહુલ, તમે સ્ટન્ટ્‌સ અને ખોટા રાજકારણ ક્યારે સમાપ્ત કરશો?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યુ હતું. રાહુલ ગાંધી બાપુની સમાધિ પર એક દિવસ ઉપવાસ કર્યો હતો.રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરો પણ એક દિવસનો ઉપવાસ કર્યો. તથા તમામ રાજ્ય અને જિલ્લા મથક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.રસપ્રદ વાત એ છે કે, ભાજપે પણ વિપક્ષ પર સંસદમાં અડચણ ઉભી કરવાના આરોપમાં ૧૨ એપ્રિલે ઉપવાસ રાખવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન અને કોંગ્રેસના કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકારે સંસદ નહોતી ચાલવા દીધી. જેના કારણે સીબીએસઈ પેપર લીક, પીએનબી કૌભાંડ, કાવેરી મુદ્દા જેવા અનેક મુદ્દાઓને સંસદમાં રજૂ નહોતા કરવામાં આવ્યા. ઉપવાસ દરમિયાન કોંગ્રેસ કથિત એસસી/એસટી એક્ટ, ખેડૂતોની આત્મહત્યા અને યુવાનો વચ્ચે ભ્રષ્ટાચારને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા.બીજી તરફ ભાજપે પણ એક દિવસીય ઉપવાસની જાહેરાત કરી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. શાહે જણાવ્યું હતું કે વિપક્ષના લોકોએ સંસદમાં વિક્ષેપ ઉભા કર્યા હતા. તેના વિરોધમાં ભાજપના તમામ સાંસદો ૧૨ એપ્રિલના રોજ પોતાના લોકસભા ક્ષેત્રમાં ઉપવાસ કરશે.

Related posts

કર્ણાટક ચૂંટણી : કોઇપણ પાર્ટીને બહુમતિ નહીં મળે

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાની ગાડી ખીણમાં ખાબકી : ત્રણ જવાનોનાં મોત

aapnugujarat

संसद में बनते हैं मुस्लिमों की बर्बादी के कानूनः ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1