Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૩૧ જુલાઈએ સૂરજ સુધી જવાની પ્રથમ ફ્લાઇટ લોન્ચ થશે

માનવ ઇતિહાસમાં સૂર્ય તરફ પહેલું મિશન શરૂ થઈ ચૂક્યું છે. નાસાના પાર્કર સોલર પ્રોબ મિશનની તૈયારી હવે અંતિમ ચરણમાં છે. આ મિશનનું લોન્ચિંગ ૩૧ જુલાઈના રોજ કરવામાં આવશે. અમેરિકી એરફોર્સનું સ્પેસ ક્રાફ્ટ ફ્લોરિડા પહોંચશે અને ત્યાં આ મિશનનું પરીક્ષણ કરાશે. પાર્કર સોલર પ્રોબ માનવ ઈતિહાસનું સૂર્ય તરફનું પ્રથમ મિશન છે. લોન્ચિંગ બાદ તે સૂર્યના વાતાવરણ કક્ષામાં પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે સૂર્યની વાતાવરણ કક્ષાને કોરોના કહેવામાં આવે છે.માનવ ર્નિર્મિત સાધન પહેલી જ વાર સૂર્યની કક્ષામાં પહોંચશે. મિશન દરમિયાન છ દાયકાઓથી અટકી રહેલા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરાશે. અંતરિક્ષયાનનું નામ જાણીતા અમેરિકી ખગોળશાસ્ત્રી યૂજીન પાર્કરને નામે રાખવામાં આવ્યું છે. ૯૦ વર્ષના પાર્કરે ૧૯૫૮માં પહેલીવાર જણાવ્યું હતું કે અંતરિક્ષમાં સૌર તોફાન પણ આવે છે. નાસાનું આ યાન શરૂઆતમાં શુક્ર ગ્રહની આસપાસ ચક્કર લગાવશે. ત્યારબાદ તે સૂર્ય તરફ આગળ વધશે. આ યાન એવા વિસ્તારોમાં જશે જ્યાં માનવી પહેલાં ક્યારેય પણ પહોંચી શક્યો નથી.આ પ્રોજેક્ટના મેનેજર એન્ડી ડ્રાઈસમેને જણાવ્યું કે પાર્કર સોલર પ્રોબને તૈયાર કરવા મહેનત કરી રહેલી ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહી છે. નાસાએ આ મિશનમાં સામેલ થવા માટે સામાન્ય લોકોને પણ આમંત્રિત કર્યા છે. જોકે મિશનમાં ભાગ લેવા માટે લોકોએ નાસાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન બાદ એક સર્ટિફિકેટ પણ મળશે. તેના લકી ડ્રોના આધાર પર વ્યક્તિની પસંદગી કરવામાં આવશે.

Related posts

इराक में बेरोजगारी और भ्रष्टाचार के खिलाफ प्रदर्शन, 31 लोगों की मौत

aapnugujarat

અમેરિકાની ઓક્લાહોમા હોસ્પિટલમાં ફાયરિંગ : ચારનાં મોત

aapnugujarat

ट्रंप की दुश्मनों को चेतावनी

editor

Leave a Comment

UA-96247877-1