Aapnu Gujarat
ગુજરાત

મેટ્રો સિટી અમદાવાદમાં મફત વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ

મેટ્રો સિટીમાં સામેલ અમદાવાદમાં આજે ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ થયો છે. મહાનગર પાલિકા દ્વારા સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનની ઝોનલ કચેરી અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સવાર ૬ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી વાઈફાઈ સેવા શરૂ થઈ છે. જોકે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વાઈફાઈ સેવા કેવી છે ? તેની વાસ્તવિકતા સામે આવી છે. વર્ષે ફ્રી વાઈફાઈ સેવા આપવાથી મહાપાલિકા પર રૂપિયા ૬૦ લાખનો બોજ પડવાનો છે. મહાપાલિકાએ જનમિત્ર વાઈફાઈ યોજના શરૂ કરી છે. જેમાં બીઆરટીએસના ૧૪૫ બસ સ્ટેન્ડ પર ફ્રી વાઈફાઈ સેવાનો લોકો લાભ લઈ રહ્યા છે. આ સિવાય મહાપાલિકની ૬ ઝોનલ કચેરી, વી.એસ., એલ.જી., શારદાબેન અને નગરી આઈ હોસ્પિટલ, ખોખરા ડેન્ટલ કોલેજ, એન.એચ.એલ. મેડિકલ કોલેજ તથા એમ. જે. લાઈબ્રેરી ખાતે ‘વાઈફાઈ’ સુવિધાનો લાભ લોકો મેળવી રહ્યા છે. જનમિત્ર કાર્ડ ધરાવનારના મોબાઈલ મ્યુનિ. રેકોર્ડ અને સેવાઓ સાથે લિન્ક છે. જ્યારે જનમિત્ર કાર્ડ નહીં ધરાવનારને ૧ એમપીબીએસ સ્પીડનો લાભ મળશે. ‘અનલિમિટેડ ફ્રી વાઈફાઈ’ સુવિધાનો દુરૂપયોગ ન થાય તે માટે ઓટીપી લેવો ફરજિયાત છે.  નાગરિકોને આ સુવિધા પૂરી પાડવા મહિને રૂ.૫ લાખનો ખર્ચ અને વર્ષે દહાડે રૂ.૬૦ લાખનો ખર્ચ થશે. શહેરના ૧૪૫ બીઆરટીએસ જંક્શન ખાતે ઓપ્ટિકલ ફાઈબર નાંખેલા હોવાથી ફક્ત ૧૫ દિવસમાં જ ફ્રી વાઈફાઈ સુવિધાની કામગીરી પૂરી કરી શકાઈ છે.અમદાવાદમાં લાખો રૂપિયાના ખર્ચે સવારે ૬ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ તો થઈ છે. જોકે તેમાં સામાન્ય માણસોને વાપરવા મળતી સ્પીડ અને તે કેટલુ કાર્યદક્ષ છે. તેનું જીએસટીવીની ટીમે રિયાલીટી ચેક કર્યુ હતુ. જેમાં સર્વર ડાઉન હોવાથી સમય ઘણો વ્યતિત થતો જોવા મળ્યો. અને જ્યારે ઓટીપી નંબર મળતા તેનાથી વાઈફાઈ ઉપયોગ કરવાનો ત્રણ ત્રણ વખત પ્રયાસ કર્યો. જોકે તેમ છતાં સફળતા મળી ન હતી.

Related posts

એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, વૃદ્ધાની બિમારીનું ઈન્જેક્શન યુવતીને આપી દીધું

aapnugujarat

જીમિંગ કરતા લોકો માટે ખુશખબર, વાંચો સમગ્ર માહિતી

editor

દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મામલે બી.જે. મેડિકલ કોલેજમાં તોડફોડ પ્રકરણમાં ડીને નોંધાવેલ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1