Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં ખેડૂતો રોપણી કાર્યમાં જોતરાયા

પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. દક્ષિણપંચમહાલમાં પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ જવા પામ્યા હતા. શહેરા પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ડાંગરના ધરૂ રોપવાની કામગીરીમાં જોતરાયા છે. પંચમહાલમાં ડાંગરને મુખ્ય પાક ગણવામાં આવે છે. આ વખતે વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં ત્યારે ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે લાભકારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખેડુતોનો ડાંગરનો પાક છેલ્લા સમયે બચી જવા પામ્યો હતો. શહેરામાં પાનમની કેનાલ હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતોએ ડાંગરના ધરૂની રોપણી કરી દીધી હતી પણ શહેરા તાલુકાનો પૂર્વોત્તર વિભાગમાં જરૂરી માત્રામાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતો મુંઝવણમાં મૂકાયા હતા ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરુ કરી દીધી છે.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

फाइनेंस कंपनी में लूट के प्रयास मामले में रिवाल्वर दिलाने में मदद करने वाले कॉन्स्टेबल की गिरफ्तारी

aapnugujarat

ગૃહરાજયમંત્રીના વિસ્તારથી કપાયેલી ગાયો મળતાં વાતાવરણ તંગ

aapnugujarat

સાવચેતીના તમામ પગલા છતાં ઝાડા ઉલ્ટી ૨૪૫ કેસો નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1