Aapnu Gujarat
ગુજરાત

ભીનો-સૂકો કચરામાંથી બેસ્ટ કોન્સેપ્ટ થકી શહેરને અનેક લાભ પ્રાપ્ત થશે :- શ્રી આઈ.કે.જાડેજા

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં કચરાપેટી વિતરણ કાર્યક્રમ યોજાયો

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા નિર્મિત વોટર વર્કસ લેકવ્યુ ગોડાઉનનું પણ લોકાર્પણ કરાયું

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશના સઘન અમલીકરણ માટે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાની અધ્યક્ષતામાં શહેરના દુકાનદારો તેમજ નાગરિકોને કચરાપેટી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત શહેરના દુકાનદારો તેમજ પ્રત્યેક વોર્ડના ૫ નાગરિકોને ભીના અને સૂકા કચરાની એમ ૨-૨ કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યવાહક અધ્યક્ષશ્રીના હસ્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વોટર વર્કસ માટે આશરે ૧૭ લાખના ખર્ચે નવનિર્મિત લેકવ્યુ ગોડાઉનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોર જેવુ સ્વચ્છ અને રળીયામણું બનાવવા શહેરીજનોએ પ્રધાનમંત્રીશ્રી દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ, તેમજ લોક જાગૃતતા અને જન ભાગીદારીથી એક કોનસેપ્ટ ડેવલપ કરીને આયોજન સાથે શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસો કરવા જોઈએ. જે અંતર્ગત ભીના અને સૂકા કચરાનો અલગ અલગ નિકાલ કરવો, જેથી વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ સાથે આ કચારામાંથી પણ શહેરને અનેક લાભ પ્રાપ્ત થશે, તેમ વધુમાં ઉમેર્યું હતું.

વધુમાં તેમણે સફાઇ કર્મીઓના કામને બિરદાવતા કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કુંભના મેળામાં સફાઇકર્મીઓના કામને સન્માન આપવા તેમના પગ ધોયા હતા. સફાઇ કર્મીઓ તહેવાર કે પ્રસંગ જોયા વગર બારે માસ શહેરને સ્વચ્છ રાખવામાં તેમનું અમૂલ્ય યોગદાન આપતા આવ્યા છે, જેના માટે તેમણે શહેરના સફાઇ કર્મીઓને વંદન કર્યા હતા. આ ઉપરાંત તેમણે શહેરીજનોને સફાઇ અભિયાનમાં જોડાવા અહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પરસોત્તમ સાબરીયા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કડીમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની સરાહનીય કામગીરી

aapnugujarat

તળાજાના નેસીયા ખાતેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

editor

હાર્દિક પટેલ પોતાના જ દાવમાં ફસાઇ ગયો : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1