Aapnu Gujarat
ગુજરાત

કડીમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની સરાહનીય કામગીરી

કડી શહેરમાં ઘણાં સમયથી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ વકરેલી જોવા મળતી હતી. આથી કડી શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા કડી પોલીસના પી.એસ.આઈ. એસ.એન.સોનારા એક્શન મોડમાં આવી ગયા છે.કડી પોલીસ દ્વારા થોડા સમયથી શહેરમાં આડેધડ પાર્કિંગ અને લારી ગલ્લાનાં દબાણ કરતા લોકોને દંડ ફટકારવાનું ચાલુ કરવામાં આવ્યું છે જેથી થોડા સમય પહેલા વેપારીઓ પી.એસ.આઈ. સોનારાને સાથે રાખી પાલિકાના પ્રમુખને મળ્યા હતા જેમાં પાલિકા પ્રમુખે પોલીસ પાસે થોડો સમય માંગ્યો હતો જેથી ટ્રાફિક મુદ્દે પાલિકા સગવડ કરી શકે પરંતુ સમય વીતવા છતાં પાલિકા દ્વારા ટ્રાફિક અંગેના કોઈ પગલાં ના લેવાતા કડી પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં અડચણરૂપ વાહનોને દંડ ફટકારવાનું ચાલુ કરી દીધું છે.
મળતી માહિતી મુજબ છેલ્લાં એક મહિનાથી કડી પોલીસ દ્વારા આશરે અધધ કહી શકાય એટલો ટ્રાફિક અડચણરૂપનો ૧ લાખ જેટલો દંડ વસુલ્યો છે અને આજ રોજ આશરે ૧૨ વાહન ડીટેઇન કરી ૩૦૦૦ દંડ અને ૮ આર.ટી.ઓ. મેમો આપવામાં આવ્યા છે જેથી કડી પોલીસના ટ્રાફિક નિયમનની કામગીરીને મોટાભાગના શહેરીજનોએ બિરદાવી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

शटल रिक्शा में बैठे युवक को चाकू बताकर लूट लिया

aapnugujarat

કડીના ધાર્મિક સ્થળોની માટી અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાજે જશે

editor

પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1