Aapnu Gujarat
ગુજરાત

કડીના ધાર્મિક સ્થળોની માટી અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાજે જશે

વર્ષો જૂના પ્રશ્ન રામલલ્લા અયોધ્યામાં રામમંદિર નિર્માણ વર્ષોથી લડત ચાલતી હતી ત્યારે હવે ટૂંક જ સમયની અંદર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે દેશના પવિત્ર ધર્મ સ્થળો અને પવિત્ર નદીઓના પાણીથી શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કડી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તીર્થ સ્થાને માટી એકત્ર કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ કડી દ્વારા કડીના ધર્મસ્થાન એવા અયોધ્યા ધામ રામજી મંદિર નાની કડી, દશામાં મંદિર થોળ રોડ,ઉમિયા મંદિર ભાવપુરા,પવિત્ર ધર્મ સ્થળોનીમાંથી એકત્ર કરી કળશ લઈ પૂજન કરવામાં આવ્યું હતું અને આ માટે હવે અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિનોદ પટેલ (એપીએમસી કડી ચેરમેન), બબલુભાઇ ખમાર, દિનેશ પટેલ( મહેસાણા જિલ્લા કાર્યકારી અધ્યક્ષ), ભુપેન્દ્ર પટેલ (કડી પ્રખંડ પ્રમુખ), ચૈતન્ય પટેલ, નિરવ નાયક, રૂદ્ર જોશી, જય ભગવાન, મયંક પટેલ વગેરે કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ચુંવાળ પરગણા મઢીના ગાદીપતિ બ્રહ્મલીન મહંત શ્રી ભાણદાસ બાપુનો ભંડારો યોજાયો

aapnugujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નળ સરોવર ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ

aapnugujarat

શિવભકતો માટે નવી સીસ્ટમ તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1