Aapnu Gujarat
ગુજરાત

શિવભકતો માટે નવી સીસ્ટમ તૈયાર

મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ

નવી સિસ્ટમ તૈયાર:સોમનાથ મંદિરના 151 ફૂટ ઉંચા શિખર પર હવે શિવભક્તો પોતાના હસ્તે ધ્વજારોહણ કરી શકે તે માટે ત્રણેક મહિનામાં સિસ્ટમ કાર્યરત થશે.વેરાવળ5 કલાક પહેલા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ નવી સિસ્ટમ તૈયાર કરાવી સોમનાથ મંદિરને અર્પણ કરશેવિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી ધ્વજા ભાવિકો આગામી ત્રણેક મહિનામાં સ્વહસ્તે ધ્વજા ચડાવી શકે તેવી સિસ્ટમ મંદિરમાં લગાવવાનું નક્કી કરાયું હોય તે માટેનો સર્વે પણ થઈ ગયો છે.આ સિસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવ ભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે. આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ યાંત્રિક સિસ્ટમથી ચડનારી ધ્વજા શિવભક્તો ખુદ જાતે જ શિખર સુધી ચડાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. આ સિસ્ટમ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ સિસ્ટમ સોમનાથ મંદિરમાં લગાવવા માટે સર્વે થઇ ચુક્યો છે અને તેને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. આગામી બે થી ત્રણ માસમાં આ નવી સિસ્ટમ કાર્યરત થઈ જવાની આશા છે. હાલ આ પ્રકારની ધજારોહણ સિસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.
અત્રે નોંધનીય છે કે, સને.1951માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યા હતા. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર ધ્વજપૂજા કરતા અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે અને આ સમયે ભાવિકો નીચે ઉભી ચઢતી ધજા નિહાળી હર.. હર.. મહાદેવના ગગનભેદી નાદ કરી ધજાને વંદન કરતા હતા પરંતુ હવે ભાવિકો સ્વહસ્તે જ પોતાની ધ્વજા શિખર ઉપર ચડાવી શકે તેવી સિસ્ટમ કાર્યરત થતા લ્હાવો પ્રાપ્ત મળતો થશે.

Related posts

ભાજપના ૨૦ પૂર્વ મંત્રી સહિત ૬૮ વીઆઇપીની સુરક્ષા સરકારે પાછી ખેંચી

aapnugujarat

અરવલ્લી : ગામેળું તળાવ પણ ઉંડુ કરવાનો વિધિવત આરંભ

aapnugujarat

गुजकोमासोल के चेयरमैन की १७ तारीख को चुनाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1