Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લી : ગામેળું તળાવ પણ ઉંડુ કરવાનો વિધિવત આરંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને જનભાગીદારીથી ભારતનું સૌથી મોટું જળ અભિયાન બનાવી ગુજરાતમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવવાની કટિબધ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લામાં તેમજ તાલુકાના બાંઠીવાડા ગામે ગામેળું તળાવ ઉંડુ કરાવવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ ચારીયા નદી-કોતરને પુનઃજીવીત કરવામાં કાર્યનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પાણીએ પ્રભુનો પ્રસાદ છે. ઈશ્વરીય આશીવાર્દ સમાન છે. આગામી ચોમાસામાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ચોમાસામાં પડનાર વરસાદનું ટીપે-ટીપુ સંગ્રહ થાય તેવું વ્યાપક જળ અભિયાન લોકોનાં સાથ અને સરકારથી ઉપાડ્યું છે. પીવાના પાણી અને સિંચાઈ માટે ભૂતકાળમાં ખૂબ વલખાં માર્યા છે, પરંતુ સમગ્ર મે મહિનો ચાલનારા જળ સંરક્ષણ અભિયાન દ્વારા પાણીના સંકટને હવે ભૂતકાળ બનાવવા આ સરકારે કમર કસી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, જળ સંરક્ષણનું આ અભિયાન વિરાટ કાર્ય છે, લોકભાગીદારીથી ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણીના સંગ્રહ કરવાનું પાણીદાર આયોજન ગુજરાતે કર્યું છે, અને તેનાં દ્વારા ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. તેમણે કહ્યું છે કે, આ અભિયાનથી ગુજરાતના ૧૩ હજાર તળાવો ઉંડા કરાશે, ૩૨ નદીઓને પુનઃજીવન કરાશે તેમજ ૫૫૦૦ કિલોમીટરની કેનાલોની સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત ૩૩ હજાર એરવાલ્વમાંથી ટપકતાં પાણીને બંધ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પુરના આવરાના કારણે નદી-તળાવો માટી-કાંપથી ભરાયા છે. તેને ખોદી વધુ પાણીનો સંગ્રહ થાય તેવું આયોજન કર્યું છે. પાણીનો નળ ખોલો અને પાણી આવે તેવું નક્કર આયોજન પાણીની સંગ્રહ ક્ષમતા વધારીને કરવું છે. રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના ખેડુતો પાસે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત છે. સિંચાઈને અભાવે જે કૃષિ શક્ય નહોતી બનતી તે હવે શક્ય બનશે અને તે દ્વારા સમૃધ્ધ કૃષિ-સમૃદ્ધ ગુજરાત અને હરિયાળા ગુજરાતની વિભાવના ચરિતાર્થ કરવી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યની પેઢી પાણીની તંગીથી મુક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં ૨ લાખ લોકોનો શ્રમયજ્ઞ, ૧૫ હજાર જેસીબી, ટ્રેક્ટર જેવી મશીનરી દ્વારા આ અભિયાન સાકાર થઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ ૪૭૫ તળાવો-કાંપ ઉંડા કરવાના કાર્યો થવાના છે તેની ભૂમિકા તેમણે આપી હતી. પ્રભારી મંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે, જીવનમાં ત્રણ વસ્તુ અગત્યની છે. પાણી, આબોહવા અને ખોરાક પરંતુ આ ત્રણમાં સૌથી અગત્યનું પાણી છે. તેમણે જણાવ્યું કે, નર્મદા યોજના તેમજ પાણીના વિતરણના સુદ્રઢ જળમાળખાના વિકાસને કારણે આપણે સૂકી ધરતીને પીયત હેઠળ લાવી શક્યા છીએ અને તેના દ્વારા કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. અરવલ્લી કલેકટર એમ નાગરાજનએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અરવલ્લી એપીએમસી દ્વારા કન્યા કેળવણીનો ૨૧,૦૦૦નો ચેક મુખ્યમંત્રીએ સ્વીકાર્યો હતો.

Related posts

ભેળસેળ કેસમાં ત્રણ વેપારીઓને છ માસની કેદ

aapnugujarat

पाटण डेमू ट्रेन से २५ दिन की नवजात बच्ची मिली

aapnugujarat

કુંવરજીભાઇ બાવળીયા નવા સુરજદેવળના દર્શને

editor

Leave a Comment

UA-96247877-1