Aapnu Gujarat
ગુજરાત

ભવનાથનો મેળો રદ કરવાને લઇને શિવસેનાનુ તંત્રને આવેદન

મહિસાગરથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે લુણાવાડા ખાતે શિવસેનાના પ્રમૂખની આગેવાની હેઠળ જુનાગઢમા દર વર્ષે ભરાતો ભવનાથનો મેળો રદ કરવામા આવ્યો છે.તેનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવ્યુ હતૂ.

મહિસાગરના જીલ્લા કલેકટર આર.બી.બારડને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે “જુનાગઢનો ભવનાથનો મેળો આદી અનાદીકાળથી ચાલતો આવ્યો છે.આ મેળો હિન્દુ ધર્મના આસ્થાનુ પ્રતિક છે.આ વખતે કોરોનાના કેસને ધ્યાનમા રાખીને મેળો બંધ રાખવાનો આદેશ કરવામા આવ્યો છે.
હિન્દૂ ધર્મનો વિરોધ છે કે, જો કોરોનાના ધ્યાનમાં રાખીને આ મેળો બંધ કરાયો છે તો ચુંટણીઓ વખતે ભાજપની રેલીઓ,સભાઓ,સરઘસ,ઝુલુસ કરતી વખતે કોરોના કયા ગયો હતો.ચુટણીઓમાં કોરોના શાંત બેઠો હતો.તો પછી ભવનાથના મેળામાં શાંત બેસશે. સરકારની આ માનસિકતાને સાધુ,સંતો,મંહતો કયારેક માફ નહી કરે.તહેવારોનો વિરોધ ન કરો અને ભવનાથના મેળાનુ પુન:આયોજન થાય તેવી સરકાર જોગવાઈ કરે.તેવુ આવેદનપત્રમાં લેખિત ઉલ્લેખ કરવામા આવ્યો હતો.આવેદનપત્ર આપવા માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે પંચમહાલ-મહીસાગર જીલ્લાના પ્રમુખ લાલાભાઈ ગઢવી,અગ્રણી ગુલાબસિંહ ચૌહાણ અને સાધુ સંતો અને શિવસેના કાર્યકર્તાઓ,હિન્દુ યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Related posts

વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટનું ઉદ્‌ઘાટન

aapnugujarat

લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી ડૉ. હિમાંશુ પટેલનું સન્માન

editor

શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોની કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા સમીક્ષા કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1