Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં ગટરના દૂષિત પાણીથી ભયંકર રોગચાળાની સ્થિતિ

ડભોઇથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, ડભોઇ મહુડી ભાગોળ વિસ્તારમાં કુવા પાસેથી કેટલાક સમયથી ગટરો ઉભરાતા મહુડી ભાગોળ વિસ્તાર ગટરના દૂષિત અને માથું ફાડી નાખે એવું દુર્ગંધ મારતા પાણીથી ખદબદી રહ્યું છે છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન હાલતમાં છે.
શરબતી કુવા વિસ્તારમાંથી ઉભરાતી ગટરનાં પાણી વહી ઠેક મહુડી ભાગોળ ઐતિહાસિક વિરાસત માંથી પસાર થઈ આશાપુરી માતાના મંદિર પાસે પસાર થઈ આગળના રહેણાંક વિસ્તારમાં એકત્રિત થતા સ્થાનિકોમાં આવા કોરોના કાળ માં રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે.જ્યારે આ વિસ્તારમાં મસ્જિદ અને આશાપૂરી માતાનું મંદિર આવેલ હોય આવા ગંદા અને દૂષિત પાણીમાં રહી નમાજ પડવા અને દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ ની લાગણી પણ દુભાવા પામી છે સાથે આ વિસ્તાર માર્કેટ વિસ્તાર હોવાથી માર્કેટ માં આવતા નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં જ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ નું પરિણામ જાહેર થઇ ગયા ને પણ બે દિવસ પૂરા થઈ ગયા છતાં પણ હજુ સુધી નગરપાલિકા તંત્ર જાણે વ્યસ્ત હોય તેમ ચૂંટણી પહેલાંની આ સમસ્યા નું ચુંટણી પત્યા પછી પણ નિરાકરણ ન લાવતા સ્થાનિક નાગરિકો, વેપારીઓ, અને વટેમર્ગુઓમાં નગરપાલિકા તંત્ર અને તેના ગેરવહીવટ ના કુલા વલણ ને લઇ આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા આ સમસ્યાનું નગરપાલિકા તંત્ર વહેલી તકે નિવારણ લાવે તેવી ઉગ્ર માંગ કરાઇ છે.

Related posts

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના બે દિનમાં ૪૭ કેસ નોંધાયા

aapnugujarat

अहमदाबाद शहर में धीमी बारिश जारी : कई वृक्ष गिरे

aapnugujarat

ભદ્ર પ્લાઝાના પે એન્ડ પાર્કમાં થયેલ દબાણ ઇદ પછી દૂર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1