Aapnu Gujarat
ગુજરાત

ભદ્ર પ્લાઝાના પે એન્ડ પાર્કમાં થયેલ દબાણ ઇદ પછી દૂર થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ભદ્ર પ્લાઝા પરિસરમાં ગત મે મહિનાના પહેલા અઠવાડિયામાં ર્પાકિંગ સંકુલ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ હતી. આ સમગ્ર ર્પાકિંગ સંકુલની ફરતે લોખંડની રેલિંગ પણ લગાવી દેવાઇ છે અને હવે તેની અમલવારીનો તબક્કો આવ્યો છે પરંતુ હાલ પવિત્ર રમજાન માસ ચાલતો હોઇ તેની પૂર્ણાહુતિ બાદ ઇદ પછી અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ઉપરોકત સ્થળે ગેરકાયદે રીતે અડ્ડો જમાવી દેનારા પાથરણાંવાળાઓ અને દબાણકર્તાઓને ખસેડવાની કામગીરી હાથ ધરાશે.ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકસની સમસ્યા હલ કરવા અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવાના આશયથી અમ્યુકો સત્તાધીશો દ્વારા આશરે ૧પ૦ જેટલાં પાથરણાંવાળાને ખસેડીને પે એન્ડ પાર્ક બનાવ્યું હોવા છતાં ત્યાં ફરીથી પાથરણાંવાળાઓએ અડ્ડો જમાવી દેતાં ફરી પાછી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા જૈસે થે બની ગઇ છે. બીજીબાજુ, ભદ્ર-લાલદરવાજા બજારમાં ખરીદી કરવા આવતા નગરજનો પણ તેના કારણે ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે ત્યારે હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલતો હોઇ ઇદ બાદ અમ્યુકો તંત્ર દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઇને આ પાર્કિંગ સંકુલને ખુલ્લો કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. ભદ્ર પ્લાઝા પરિસરમાં અગાઉથી મહિલા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારની જગ્યાને તંત્ર દ્વારા પાર્કિંગ સંકુલ તરીકે વિકસાવાઇ છે. આ માટે સત્તાવાળાઓએ ૧પ૦ જેટલાં પાથરણાંવાળાને હટાવ્યાં હતાં. ભદ્ર પ્લાઝા પરિસરમાં સ્થિત નગરદેવી માતા ભદ્રકાલીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ, ખરીદી કરવા આવતા લોકો તેમજ ગાંધીરોડ-રિલીફરોડ પર ચાલતી એએમટીએસની મફત બસના ઉતારુ તેમજ આ બંને રોડના વેપારીઓ પોતાનાં વાહન આ પાર્કિંગ સંકુલમાં પાર્ક કરી શકશે. આશરે ૧૪૦૦ સ્કે.મીટર જગ્યા પર ર૦૦થી ૩૦૦ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા આ ર્પાકિંગ સંકુલની હોઇ કોટ વિસ્તારની ગીચ ટ્રાફિકની સમસ્યાનું અમુક અંશે નિરાકરણ થઇ શકશે.
દરમ્યાન મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર પ્લાઝા પરિસરના નવ નિર્મિત પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ અંગેની દરખાસ્ત પણ તૈયાર કરાઇ છે જે આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાશે. જો કે પાર્કિંગ સંકુલના કોન્ટ્રાક્ટરને ખુલ્લી જગ્યા આપવાની થતી હોઇ તંત્રમાં કારંજ પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત મેળવવા માટે કવાયત આરંભાઇ છે. ઇદ પછી હવે અમ્યુકો દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી થશે તે નક્કી છે.

Related posts

देश की सुरक्षा के मुद्दे पर कोई खिलवाड़ नहीं : सूरजेवाला

aapnugujarat

વિરમગામ શહેરમાં ભાજપા દ્વારા ૩૯-વિરમગામ વિધાનસભાના વિસ્તારકોની બેઠક યોજાઇ

aapnugujarat

૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1