Aapnu Gujarat
ગુજરાત

૧૨ ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગુરુવારે મત ગણતરી યોજાઈ. ત્યારે ટ્રેન્ડમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. મત ગણતરીના ચાર કલાક બાદ જ સામે આવેલા ડેટામાં ભાજપ ૧૫૧થી વધુ બેઠકો પર આગળ હતો. જ્યારે કોંગ્રેસ ૧૫ બેઠક પર આગળ ચાલતો જોવા મળ્યો હતો. તો આમ આદમી પાર્ટી ૫ બેઠકો પર અને ૨ બેઠકો પર અન્ય પક્ષ આગળ ચાલી રહ્યા હોવાના ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, આગામી ૧૨ ડિસેમ્બરના રોજ ચૂંટાયેલા મંત્રીઓની શપથવિધિ યોજાશે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે વલણ સામે આવ્યા છે તેમાં ભાજપ આગળ જણાતી હોવાથી પીએમ મોદી અને અમિત શાહે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, ભાજપ ૧૫૧થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યો છે. તો કેોંગ્રેસ ૧૫ બેઠક, આમ આદમી પાર્ટી ૫ બેઠક અને ૨ બેઠક પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે. વલણમાં મોટાભાગની સીટો પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો હતો. કોંગ્રેસને આ વખતે વિપક્ષ પક્ષ માટે જોઈતી બેઠકો પણ મળવાના ફાંફાં દેખાઈ રહ્યા છે. તો આપનો પણ જોઈએ એટલો જાદુ ચાલ્યો નથી. બીજી તરફ આગામી ૧૨ ડિસેમ્બરના રોજ પીએમ મોદીની હાજરીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચૂંટાયેલા મંત્રીઓની શપથવિધિ યોજાશે.
એ દિવસ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ પીએમની હાજરીમાં શપથ લેશે. સાથે જ એવા પણ રિપોર્ટ આવ્યા છે કે, ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહેશે. ત્યારે હવે ભાજપે પણ શપથવિધિને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી મહત્વની વાત એ છે કે, ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસની ભૂંડી હાર જોવા મળી રહી છે. વર્ષ ૧૯૯૦માં કોંગ્રેસના ફાળે ૩૩ બેઠકો આવી હતી. ત્યારે આ વખતે ૨૦ જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ જાય એવુ વલણમાં દેખાઈ રહ્યું છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ શરુઆતથી જ પોતે ૧૨૫ બેઠકો જીતી સરકાર બનાવશે તેવા દાવા કરી રહી હતી. જોકે, આ ચૂંટણીમાં તેના સૂપડા સાફ થતાં દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તેનું જોરદાર ધોવાણ થયું છે. વાવ બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને બાદ કરતા કોંગ્રેસના મોટાભાગના નેતા હાલ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ, ભાજપે જીતના ગરબા પણ શરુ કરી દીધા છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ધીરે ધીરે કમલમ પહોંચી રહ્યા છે. અનેક બેઠકો પર ભાજપ દ્વારા ફટાકડા ફોડી, ગરબા ગાઈ ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની મોટા ભાગની બેઠકો પર ભાજપ આગળ હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Related posts

ભાજપ સરકાર સિસ્ટમ વિના કામ કરે છે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

રાજયના મોટાભાગના વિસ્તારોમાં વ૨સાદના ૫રિણામે હળવી બનેલી અછતની ૫રિસ્થિતિ

aapnugujarat

સુરતમાં વિજય રૂપાણીનો રોડ શો યોજાયો : હાર્દિક પટેલ પર પ્રહાર

aapnugujarat

Leave a Comment

URL