Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં ભાજપા દ્વારા ૩૯-વિરમગામ વિધાનસભાના વિસ્તારકોની બેઠક યોજાઇ

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરની વાડી ખાતે ૩૯ વિધાનસભા વિરમગામ,માંડલ, દેત્રોજ, તાલુકાના ભાજપના કાર્યકરોની બુથ વિસ્તારકોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અગાઉ ૨૮ મે થી ૫ જુન સુઘી કાર્યકરો બુથ વિસ્તારોએ કરેલા કામગીરીના ફોર્મ ભરીને આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છેકે અગાઉ વિરમગામ વિઘાનસભા વિસ્તારમાંના બુથ વિસ્તારકો ૯ દિવસ દરમિયાન કરેલા કાર્યક્રમમાં વિસ્તારક એપ્લિકેશન માર્ગદર્શિકાની મોબાઇલ એપ પણ લોન્ચ કરાઇ હતી, તેમાં પણ કરેલાં કામોની વિગતો ભરવાની હતી.


આ બેઠકમાં સુરેન્દ્રનગરના સાસંદ દેવજીભાઇ ફતેપુરાએ જાણાવ્યુ હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુઘી પહોંચાડવા કાર્યકર્તાઓ સફળ બને તે ઉપરાંત આ વર્ષનાં અંતમાં આવનારી વિઘાનસભા ચૂંટણી માં ૩૯-વિરમગામ બેઠક મેળવવા માટે ભાજપના કાર્યકર્તા-આગેવાનો દ્વારા જુસ્સા સાથે મહેનત કરવામાં આવે તેવું આહવાન સુરેન્દ્રનગરના સાસંદ દેવજીભાઇ ફતેપુરા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિરમગામના પૂર્વ ઘારાસભ્ય વજુભાઈ ડોડીયા, પ્રાગજીભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપ ડોડીયા,ન.પા.પ્રમુખ કાંતીભાઈ પટેલ, શહેર પ્રમુખ નરેશ શાહ,મહામંત્રી હર્ષદ ઠક્કર ,વિરમગામ વિઘાનસભા ઇન્ચાર્જ ખેંગારભાઇ ડોડીયા, તાલુકા ભાજપના કમરૂદિનભાઇ સહિત વિરમગામ, માંડલ,દેત્રોજ, તાલુકાના ભાજપ ના પ્રમુખ- ઉપપ્રમુખ, આગેવાનો મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારકોને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

લાયસન્સ વિનાની તમામ મીટશોપ બંધ કરો : હાઈકોર્ટ

aapnugujarat

अरवल्ली में ट्रक, कार-बाइक के बीच ट्रिपल दुर्घटना : दो की मौत

aapnugujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોરંભાયો, જમીન સંપાદનમાં ૭ મહિના લાગશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1