Aapnu Gujarat
ગુજરાત

વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં

સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થઇ જતી હોય છે. આ વખતે પણ અનુમાન મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે દેખા દીધી હતી, પરંતુ ત્યાર બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ લંબાઇ ચૂક્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એક સપ્તાહ બાદ વરસાદ પડે તેમ છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક બજારમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.સ્થાનિક બજારમાં મોટા ભાગનાં શાકભાજીના ભાવ રૂ. ૬૦થી ૮૦ પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયા છે. ખાસ કરીને ગુવાર, ચોળી, ભિંડાના ભાવ પ્રતિકિલોએ રૂ. ૬૦થી ૮૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે, જ્યારે ટામેટાંના ભાવ ચારથી છ સપ્તાહમાં બમણાં થઇ ગયા છે. હાલ સ્થાનિક બજારમાં ટામેટાં ૪૦થી ૫૦ રૂપિયે પ્રતિકિલો વેચાઇ રહ્યાં છે, જ્યારે કારેલા ૬૦થી ૭૦ રૂપિયે, એ જ પ્રમાણે પરવળ ૪૦થી ૫૦ રૂપિયે સ્થાનિક બજારમાં છૂટકમાં વેચાઇ રહ્યા છે.તો બીજી બાજુ ડુંગળી-બટાકાના ભાવ તળિયે જોવા મળી રહ્યા છે. હાલ સ્થાનિક બજારમાં ડુંગળી-બટાકા પ્રતિકિલો ૮થી ૧૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે. પાછલાં બેથી ચાર સપ્તાહમાં મોટા ભાગના શાક ભાજીમાં ૨૦થી ૩૦ ટકાનો ભાવ વધારો સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે.

Related posts

નવા પશ્ચિમ ઝોનમાં ૭ નવા પે એન્ડ પાર્કનું નિર્માણ થશે

aapnugujarat

घाटलोडिया में पानी की टंकी धराशायी

aapnugujarat

પ્રવિણ તોગડિયાએ ગુજરાતમાં ૧૫ બેઠકો પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1