Aapnu Gujarat
ગુજરાત

નવા પશ્ચિમ ઝોનમાં ૭ નવા પે એન્ડ પાર્કનું નિર્માણ થશે

મેગા સિટી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ અને માથાના દુખાવા સમાન બનતી જાય છે. શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા નોંધનીય રીતે વધતી જાય છે. ખાસ કરીને ફોર વ્હીલરની સંખ્યા પણ ઘણી વધી રહી છે. જે જોતાં શહેરમાં દરરોજ ૮૦૦થી વધુ નવાં વાહન રજિસ્ટર થતાં હોઈ તેમના ર્પાકિંગનો પ્રશ્ન જટિલ બન્યો છે. શહેરમાં પાર્કિંગની સમસ્યા હલ કરવાના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા નાગરિકો માટે નવા પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવા તંત્રને નિર્દેશો અપાયા છે. જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનમાં આગામી છ મહિનામાં સાત નવા પે એન્ડ પાર્ક બનશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કંઇકઅંશે હળવી બનશે. હાલમાં શહેરમાં ૭.૫૦ લાખ ફોર વ્હીલર, ૨૮ લાખ ટુ વ્હીલર, ૧.૨૫ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લકઝરી બસ, ૩૦૦૦ માલવાહક ટ્રક આરટીઓમાં રજિસ્ટર્ડ થયાં છે. જે પ્રકારે દરરોજ નવાં ૮૦૦ વાહનનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તે જોતાં શહેરમાં આગામી પાંચ વર્ષમાં નવાં ૧૨.૭૭ લાખથી વધુ વાહન ઉમેરાશે. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા નવા નવા બ્રિજના પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે, પરંતુ નાગરિકોને પોતાનાં વાહન જે તે સ્થળે પાર્ક કરીને શોપિંગ કે અન્ય કામકાજ કરવા માટે પણ રીતસરના ફાંફે ચડવું પડે છે. પાર્કિંગની સમસ્યા હળવી બનાવવા અને શહેરીજનોને નવાં પે એન્ડ પાર્કની સગવડ ઉપલબ્ધ કરાવવાની દિશામાં અમ્યુકો કવાયત હાથ ધરાઈ છે, જેમાં નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કુલ સાત પ્લોટને પે એન્ડ પાર્ક હેતુ માટે પસંદ કરાયાં છે. આ સાત પ્લોટમાં પ્રસિદ્ધ પ્રહ્લાદનગર ગાર્ડનની સામે બે પે એન્ડ પાર્ક ઊભાં કરવાના પ્લોટનો પણ સમાવેશ કરાયો છે. સહેલાણીઓને પ્રહ્લાદનગર ગાર્ડનની સામે કુલ ૭૦૦ ટુ વ્હીલર અને ૧૫૦ ફોર વ્હીલર પાર્ક કરવાની સગવડ ઉપલબ્ધ થનાર હોઈ હાલની ર્પાકિંગની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં શિવરંજનીબ્રિજ ઊતરતાં કેશવબાગ પાર્ટી પ્લોટ સામેના પ્લોટમાં ૨૨૫ ટુ વ્હીલર અને ૨૫ ફોર વ્હીલર મળીને કુલ ૨૫૦ વાહન ર્પાકિંગની સુવિધા ધરાવતો પે એન્ડ પાર્ક બનાવાશે. તંત્ર દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં સાત પે એન્ડ પાર્ક પૈકી સૌથી વિશાળ પે એન્ડ પાર્ક બોડકદેવના સિંધુભવન રોડ પર અરિસ્ટાની બાજુમાં બનાવાશે.
આ સઘળા પે એન્ડ પાર્કમાં કુલ ૩૧૪૫ ટુ વ્હીલર અને ૬૬૦ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. તંત્રના યુસીડી વિભાગ દ્વારા એસજી હાઈવે પરના કારગિલ પેટ્રોલ પંપની પાછળના પ્લોટમાં ૬૦૦ ટુ વ્હીલર અને ૧૨૦ ફોર વ્હીલર સહિત કુલ ૭૨૦ વાહન ર્પાકિંગની વ્યવસ્થા ધરાવતો પે એન્ડ પાર્ક તેમજ પ્રહ્લાદનગર ગાર્ડન સામેના બે મળીને કુલ ત્રણ પે એન્ડ પાર્કના નિર્માણની દિશામાં કામગીરી શરૂ કરી દેવાઇ છે, જે આગામી છ મહિના સુધીમાં પૂર્ણ કરાશે. જો કે, અમ્યુકો દ્વારા શહેરના કોટ વિસ્તાર સહિતના વિસ્તારમાં પે એન્ડ પાર્કના અભિગમ સાથે પ્રોજેકટ અમલી બનાવાયા છે પરંતુ તે જોઇએ તેવા સફળ રહ્યા નથી. એકમાત્ર પકવાન ચાર રસ્તાથી કર્ણાવતી કલબ સુધીના પટ્ટામાં પે એન્ડ પાર્કનો પ્રોજેકટ કંઇક અંશે સફળ રહ્યો છે.

Related posts

ભાવનગર શહેરમાં પીવાના પાણીની તંગી

editor

બોટાદ વિધાનસભા બેઠક પર ઝાડુ ફર્યું

aapnugujarat

कांग्रेस का हार्दिक पर दांव फेल, पाटिल-रूपाणी जोड़ी का चला जादू

editor

Leave a Comment

UA-96247877-1