Aapnu Gujarat
ગુજરાત

બોટાદ વિધાનસભા બેઠક પર ઝાડુ ફર્યું

બોટાદ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ જીતતા આવ્યા હતા. જોકે આ વખતે અપસેટ સર્જાયો છે અને ભાજપના આ ગઢમાં આપે પોતાનું ઝાડું ફેરવ્યું છે અને ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને હરાવ્યા છે.
બોટાદ બેઠક પર ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર ૯૦૬ મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, ૯૦૬ મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેથી આગામી સમયમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
૨૦૧૭ કરતા ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં માહોલ થોડો અલગ જોવા મળી શકે છે. અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવા નેતા હાર્દિક પટેલ હવે ભાજપમાં છે.
જેના પરિણામે કદાચ ભાજપને આ વખતે ગત ચૂંટણી જેટલું પાટીદાર ફેક્ટર નડે નહીં તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ સરકારે પાટીદાર નેતાઓની ઘણી માંગ સ્વીકારી છે અને તેને અમલમાં પણ મૂકી છે.
આવી સ્થિતિમાં કોંગ્રેસને ૨૦૧૭ની ચૂંટણી જેવો લાભ નહીં થાય. અલબત્ત કેટલાક સ્થળોએ સરકાર વિરુદ્ધ જુવાળ છે. અનેક સ્થળો વિકાસ કાર્યો માટે ઝંખે છે. આવી બેઠકોનો લાભ કોંગ્રેસ લઈ શકે છે.
બોટાદ વિધાનસભા મતવિસ્તાર – બોટાદ વિધાનસભા (૧૦૭) ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ છે અને ભાવનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ ૩૫૬૩૫૪ વસ્તીમાંથી ૬૩.૪૩% ગ્રામીણ અને ૩૬.૫૭% શહેરી વસ્તી છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે ૬.૪ અને ૦.૧૯ છે. ૨૦૧૯ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં ૨૬૮૧૭૫ મતદારો અને ૩૦૬ મતદાન મથકો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મતદાન ૫૯.૮૯% હતું
જ્યારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તે ૬૮.૩% હતું. બોટાદ નવો જિલ્લો બન્યો તે પહેલાં બોટાદ સહિતના તમામ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકારે નવા જિલ્લાઓ બનાવવાની કરેલી જાહેરાત બાદ બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાઓનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે હાલ બોટાદ જિલ્લા તરીકે ઓળખાય છે. બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે.

Related posts

खारिकट नहर में युवक का शव मिलने के अपराध में एसओजी क्राइमब्रांच ने बोबी को आखिर में गिरफ्तार किया

aapnugujarat

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

aapnugujarat

ભાવનગરમાં જુગાર રમતા મહિલા અને પુરુષો સહીત ૯ ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1