Aapnu Gujarat
ગુજરાત

મોબાઈલનો ગ્રે માર્કેટનો કારોબાર વધશે

રાજ્યમાં મોબાઇલ ઉપર ૧૫ ટકા વેટ છે, જ્યારે તેની સરખામણીએ અન્ય રાજ્યોમાં નીચા દરના કારણે બિલ વગરના માલના વેચાણની સાથેસાથે ઓનલાઇન મોબાઇલ કારોબાર મોટા પ્રમાણમાં થતો હતો.
રાજ્ય સરકારે પણ વેટની કરોડોની આવક ગુમાવવી પડતી હતી. મોબાઇલ ઉપર ૧૮ ટકા ઊંચો જીએસટી લાદવાના કારણે મોબાઇલનો ગ્રે માર્કેટનો કારોબાર વધવાની ભીતિ સ્થાનિક મોબાઇલ ડીલરોએ વ્યક્ત કરી છે.રાજ્ય સરકાર એક બાજુ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિયાનની વાતો કરી રહી છે.
તો બીજી બાજુ મોબાઇલ જેવી ચીજવસ્તુઓ ઉપર ૧૮ ટકા જેટલો ઊંચો ટેક્સ લાદયો છે. તેઓનું કહેવું છે કે મોબાઇલ બજારમાં ચાઇના માર્કેટનો મોટો હિસ્સો છે.
મોટા ભાગની ચાઇનીઝ કંપનીઓએ પાછલાં બે વર્ષમાં દેશમાં એસેમ્બલિંગ યુનિટો નાખ્યાં છે તથા ભારતીય ભાગીદાર સાથે આ યુનિટો મોબાઇલ એસેમ્બલિંગનું કામ કરી દેશમાં મોબાઇલ વેચી રહ્યા છે.
વિવો, ઓપ્પો, વન પ્લસ, લેનોવો અને મોટોરોલા સિવાય કેટલીક ચાઇનીઝ કંપનીઓ સ્થાનિક સ્તરે મોબાઇલ બનાવી રહી છે. આ મોબાઇલ પર ૧૮ ટકા જીએસટી લાગશે, જ્યારે તેની સામે ગ્રે માર્કેટમાં ભાવ નીચા રહેવાના કારણે ગ્રે માર્કેટનો કારોબાર વધશે.

Related posts

સુરતમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

aapnugujarat

ગાંધીનગરમાં આજથી મુખ્યમંત્રીના નિવાસ્થાને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠક

aapnugujarat

શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનુ ઘોડાપુર સોમનાથ મહાદેવના શરણે ઉમટ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1