Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કાપડ બજારના વેપારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની તૈયારીમાં

સરકારે કાપડ પર પાંચ ટકા જીએસટીની જાહેરાત કરી છે. અમદાવાદ-સુરત સહિત દેશભરના મોટા ભાગના કાપડના વેપારીઓ કાપડ પર નાખેલા જીએસટી અંગે વિરોધ કરી રહ્યા છે. આના વિરોધને લઇને એક દિવસના પ્રતીક હડતાળનું એલાન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ સરકાર આ અંગે ટસની મસ હજુ સુધી થઇ નથી અને અક્કડ વલણ જ અપનાવી રહી છે, જેની સામે કાપડ બજારમાં સખત વિરોધ છે.આજે અમદાવાદ કાપડ બજારના અગ્રણીઓ સહિત જોબ વર્કરો, હોલસેલરો, સેમીહોલસેલરો, પ્રોસેસર્સ તથા કાપડ બજાર સાથે સંકળાયેલા તમામ સંલગ્ન વેપારી એસોસિયેશનોની એક બેઠક ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે કરી હતી. મોટા ભાગના કાપડના વેપારીઓનો મત કાપડ પરથી જીએસટી દૂર કરવાનો છે. નોંધનીય છે કે આવતી કાલે ઊંચા જીએસટીના દરના વિરોધ માટે બનેલી ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ કમિટીના સભ્યો દિલ્હી ખાતે મળનાર છે. આ અંગે ઘટતું કરવા કાઉન્સિલના સભ્યો સહિત નાણા પ્રધાનને પણ રજૂઆત કરશે. જો સરકાર તેમાં કોઇ રાહત નહીં આપે તો મુંબઇ, કોલકાતા, જયપુર, ભિવંડી, ચેન્નઇ સહિત દેશભરના તમામ કાપડ બજારના વેપારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

Related posts

તુતીકોરિન હિંસા : સ્ટરલાઇટ પ્લાન્ટના વિસ્તરણ પર હવે સ્ટે

aapnugujarat

જાત પાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે : મોદી

aapnugujarat

સંઘની દખલ ઘટાડવા ભાજપમાં કેટલાક ફેરફાર કરાયા

editor

Leave a Comment

UA-96247877-1