Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેક ઈન ઈન્ડિયાને ઝટકોઃ સેનાએ સ્વદેશી રાઈફલને રિજેક્ટ કરી

ભારતીય સેના દ્વારા ખરાબ ગુણવત્તાને કારણે ભારતમાં ઉત્પાદિત રાઇફલ્સ પરત કરી દીધી છે. પરત કરાયેલ ‘ઇન્સાસ’ રાઇફલ્સને સ્થાને આવી અન્ય રાઇફલ્સની ખરીદી પર સેના જલ્દી નિર્ણય લેવાની છે. ગત અઠવાડિયે રાઇફલ ફેક્ટરી ઇશાપુર દ્વારા બનાવાયેલી ૭.૬૨ મિમીવાળી આ બંદૂકો ફાયરિંગ પરિક્ષણમાં નિષ્ફળ જતાં સેનાએ આ ઇન્સાસ રાઇફલ્સને પરત કરવાનો નિર્ણય લીધો છે. આધિકારિક સૂત્રો દ્વારા આ અંગે જણાવાયું હતું કે, ‘આ બંદૂકોમાં ઘણી ખામીઓ હતી, જો આ રાઇફલ્સની મેગઝીનની ડિઝાઈનમાં ફેરફાર કરાય તો જ તેને ઉપયોગમાં લઇ શકાશે.’
સૂત્રો અનુસાર પરીક્ષણ સમયે આ રાઇફલ્સ વધારે ચમક અને અવાજ પેદા કરે છે. નોંધનીય છે કે પાછલાં વર્ષે પણ સેનાએ ભારતમાં બનાવાયેલી એક્સકેલિબર ગન્સ સ્વિકારવાની ના પાડી દીધી હતી.
સશસ્ત્ર બળો માટે હથિયારોની ખરીદી પર ચર્ચા કરવાં માટે આજે એક ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં રક્ષા મંત્રાલયનાં અધિકારીઓ સિવાય, થલસેના, વાયુસેના અને નૌસેનાનાં પ્રતિનિધી હાજર રહેશે.

Related posts

४८ अपग्रेडेड ट्रेनों से यात्रा महंगी : अब सुपरफास्ट चार्ज

aapnugujarat

મેજર આદિત્ય FIRમાં એક આરોપી તરીકે હોવા ઇનકાર : સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીર સરકારની રજૂઆત

aapnugujarat

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતે લીધા શપથ

editor

Leave a Comment

UA-96247877-1