Aapnu Gujarat
બિઝનેસ

દાર્જિલિંગમાં આંદોલન વકરતાં ત્રણ હજાર ગુજરાતીઓએ ટુરમાં જવાનુ માંડી વાળ્યું

દાર્જિલિંગમાં છેલ્લા બારેક દિવસથી અલગ ગોરખાલેન્ડની માંગ બાબતે વકરેલા આંદોલનથી ટુરિઝમ ઉદ્યોગને અસર પહોંચી છે. ગુજરાતી ટુર ઓપરેટરોએ તો દાર્જિલિંગના ટુર પેકેજો રદ કરી દીધાં છે.ટુર ઓપરેટરોનું કહેવું છેકે, જે ગુજરાતીઓ દાર્જિલિંગની ટુર પર ગયાં છે તેઓ ગેંગટોક, પેલિગ રોકાવવા માંડયા છે. આ સ્થળોએ એક રાત્રિનું રોકાણ વધારવુ પડયુ હતું.દાર્જિલિંગમાં સાઇટસીન વિના પરત ફરવુ પડયુ છે. હાલ પુરતુ દાર્જિલિંગ જોઈ શકાય તેવી સ્થિતી નથી પરિણામે ટુર પેકેજો જ રદ કરી દેવાયાં છે. જેમના બુકિંગ હતાં તેમના હોટલ બુકિંગ અને એર ટિકિટો કેન્સલ કરી દેવાઇ છે. પ્રવાસની મજા માણ્યા વિના જ લોકોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. ટુર ઓપરેટરોએ ટુરિસ્ટોને રિફંડ આપવુ પડયું છે. હવે પરિસ્થિતી થાળે પડે પછી જ દાર્જિલિંગ આંદોલનને લીધે ટુર ઓપરેટરોને આર્થિક નુકશાન ભોગવવુ પડયું છે. અંદાજે ત્રણક હજાર ગુજરાતીઓએ આંદોલનને કારણે જ દાર્જિલિંગ જવાનું માંડી વાળ્યુ છે.જોકે, ઘણાં એ અન્ય ટુર પેકેજની પસંદગી કરવી પડી છે.

Related posts

स्पाइस जेट ने कैंसलेशन चार्ज में बढ़ोतरी कर दी

aapnugujarat

ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી ભરાઈ

editor

उद्योगों के लिए एकल खिड़की व्यवस्था जल्द : गोयल

editor

Leave a Comment

UA-96247877-1