Aapnu Gujarat
ગુજરાત

સુરતમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુદા સેકટર અને સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાંથી લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર ૨ ડિગ્રી વગરના બોગસ ડોકટરને સુરત જિલ્લા આરોગ્યની ટિમ રેડ કરી ઝડપી પડ્યા હતા. સચિન વિસ્તારમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે આવીને વસે છે. જે રોજ બરોજ મેહનત મજદૂરી કરી જીવન ચલાવતા હોઈ છે. ત્યારે પૈસા કમાવાના આસન રસ્તા શોધી કાઢનાર આવા ડોક્ટર લોકોની જિંદગી સાથે ખેલવાડ કરતા હોઈ છે. જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગે લાલ આંખ કરતાં આવા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.
સુરત જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીને ફરિયાદ મળી હતી કે, સુરતના સચિન વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો અહીં પોતાની ડિગ્રી વગર તથા કોઈપણ પ્રકારના લાઇસન્સ વગરના ક્લિનિક ખોલી લોકોનાં સ્વસ્થ સાથે ચેડાં કરી રહ્યા છે. ફરિયાદ ના આધારે જિલ્લા આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી હતી. સચિન વિસ્તારમાં આવેલા સુદા આવાસમાં રૂપાલી કલીનીક અને સચિન વિસ્તારમાં જ આવેલા હોજીવાળા એસ્ટેટ રોડ પર બંગાળ કલીનીક નામની કલીનીક પર તપાસ હાથ ધરી હતી.
આ બંને ક્લિનિકનાં ડૉક્ટર પાસે માન્યતા વગરની બોગ્ગસ સર્ટી મળી આવી હતી. બોગસ ડિગ્રી મળી આવતા જિલ્લા અધિકારીએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. સાથે જ ૩૫ હજારના દવા અને અન્ય મેડિશન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સચિન પોલિસે બે બોગસ ડૉકટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હવાલત પાછળ ધલકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાત કોલેજ ખાતે ૬ EVMસ્ના સીલ તુટેલા દેખાતાં હોબાળો

aapnugujarat

ચૂંટણીમાં નોટાએ બગાડયો ખેલ : કોંગ્રેસને હતાશા

aapnugujarat

સફળ સુશાસનની ત્રણ વર્ષની સિદ્ધિઓ-જનહિત કાર્યોમાં સૌના સાથ સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ ભળ્યો છે : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1