Aapnu Gujarat
Uncategorized

ત્રણ યુવાનોને ગેંગરેપની ધમકી આપી પાંચ લાખ પડાવ્યા

જૂનાગઢમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. બે મહીના પહેલા અમરેલીથી આવેલા ૩ મિત્રો હનીટ્રેપમાં ફસાયા હતાં. નકલી પોલીસ બનીને ત્રાટકેલા બે શખ્સોએ તેમને મારી નાખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૫ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ અંગે ત્રણેય મિત્રોએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે. અમરેલીના ત્રણેય યુવાનોને યુવતી ઘરે લઇ ગઇ હતી અને ત્યાં અન્ય યુવતી અને નકલી પોલીસ બનેલા બે યુવાનો હતો. બન્ને યુવાનોએ ત્રણેય યુવાનોને ગેંગરેપની ધમકી આપી ૫ લાખ પડાવ્યા હતા.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના ચીતલમાં રહેતા ૩ મિત્રો મહેશભાઈ ઉમીયાશંકર જોષી, મનસુખભાઈ બાલાભાઈ માંગરોલીયા અને અશ્વિનભાઈ વલ્લભભાઈ મિસ્ત્રી સુતારએ બે મહીના પહેલા બીલખા રામનાથ મહાદેવના દર્શનનો પ્લાન બનાવ્યો હતો. જો કે રામનાથ મહાદેવના દર્શન પતાવી મનસુખભાઈએ જૂનાગઢની સ્ત્રી મિત્ર રેખાને મળવાની ઈચ્છા જાહેર કરતા ત્રણેય જૂનાગઢ આવ્યા નીકળ્યા હતાં. દરમિયાન રેખાને ફોન કરતા પોતે બહાર હોવાથી હીના નામની યુવતીને બસસ્ટેન્ડ લેવા મોકલી હતી. હિના ૩ મિત્રોને ખામધ્રોળ વિસ્તારમાં એક મકાનમાં લઈ ગઈ હતી. જ્યાં રેખા અને એક અજાણી સ્ત્રી પહેલેથી હાજર હતી. જો કે હજુ ૩ મિત્રો ત્યા બેઠા જ હશે ત્યાં રાહુલ આહીર અને અરવિંદ ગજેરા નકલી પોલીસ બનીને ત્રાટક્યા હતા અને ત્રણેય માથે ગેંગરેપનો કેસ કરવાની ધમકી આપી માર મારવા લાગ્યા હતાં. તેમજ જો કેસમાં બચવું હોય તો ૧૦ લાખની માંગણી કરી હતી. ૩ મિત્રો પાસે ૧૦ લાખ ન હોવાથી ૫ લાખ લેવા નકલી પોલીસ બનેલ શખ્સોએ હામી ભરી હતી. ૩ મિત્રો જો કોઈને કહેશે કે પોલીસ ફરીયાદ કરશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે મહેશભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હતી.

Related posts

જૂનાગઢ લીડ બેંક દ્વારા કૃષિ કોલેજનાં વિદ્યાર્થીઓને બેંકિંગ ફાયનાન્સિયલ એન્ડ ડિઝીટલાઈઝેશન પર સેમિનારમાં માર્ગદર્શન અપાયું

aapnugujarat

ખાતર કૌભાંડ : અનેક સ્થળો પર જનતા રેડથી સનસનાટી

aapnugujarat

ધોરાજી બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ, કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી પાટીદાર ઉમેદવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1