Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢ લીડ બેંક દ્વારા કૃષિ કોલેજનાં વિદ્યાર્થીઓને બેંકિંગ ફાયનાન્સિયલ એન્ડ ડિઝીટલાઈઝેશન પર સેમિનારમાં માર્ગદર્શન અપાયું

જૂનાગઢ લીડ બેંક દ્વારા નાગરિકોને બેંકિંગ સેવાઓની જાણકારી મળી રહે તે માટે એફ.એલ.સી.સી. કાઉન્સિલર દ્વારા ફાયનાન્સિયલ લિટરસી અને ડિઝીટલ લીટરસીનો સમિનાર યોજી નાગરિકો યુવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વર્તમાન પરિસ્થિતીથી સારી રીતે વાકેફ થાય તેવા હેતુથી બેંકિંગ વ્યવહારની સમજ આપવા જનજાગૃતિ કાર્યક્રમો જૂનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની વિવિધ કોલેજોનાં વિદ્યાર્થોને ઉપયોગી થાય તે રીતે કોલેજ કેમ્પસોમાં માર્ગદર્શક સેમિનાર યોજવામાં યોજવામાં આવે છે. આવો જ એક સેમિનાર કૃષિ યુનિ. ખાતે યોજાયો હતો, જે લોકોનાં બેંક ખાતા નથી તેવા નાગરિકો લોકોને આવરી લેવા માટેના પ્રયાસો બેંકો દ્વારા હાથ ધરાયેલ કાર્યક્રમોની વિગતો આપતા લીડ બેંકના કાઉન્સિલર એમ.એમ. પરમારે જણાવ્યું હતું કે લોકો હવે કેશલેશ વ્યવહારને એક અભિયાનના રૂપે સ્વીકૃત કરતા થયા છે. નાણાંકીય લેવડ દેવડ ઇ-પેમેન્ટ સિસ્ટમથી સરળતાથી થાય તે માટે બેંક ખાતા ધરાવતા હોય તેવા નાગરિકોના બેંક ખાતા ખોલાવવાની વેગવંતી કામગીરી સાથે ડિજિટલ પેમેન્ટના માધ્યમોથી જોડાણ અને વ્યવસ્થા કરવાની કામગીરી થઇ રહી છે ત્યારે કેશલેસ વ્યવહારો માટે માટે ઇ-ટ્રાન્ઝેકશન કેવી રીતે કરવું, પ્લાસ્ટિક મનીના ફાયદાથી લોકોને માહિતગાર કરવા ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ટ્રેઇનરોને તાલીમ, પીઓએસ મશીન ખરીદવા સહિતની વિવિધ બાબતો પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. સેમિનારમાં યુનિવર્સીટી અને કોલેજોના બિજનેશ મેનેજમેન્ટ, અર્થશાસ્ત્ર,શોશીયલ વર્ક, રાષ્ટ્રીય સેવા શિબિર, એનસીસી કેડેટ્‌સ અને છાત્રોને નેટ બેંકિંગ,મોબાઇલ બેંકિંગ સ્વાઇપ મશીન વગરેના ઉપયોગની તાલીમ આપીને તેઓના થકી શહેર ગ્રામ્ય ક્ષેત્રોમાં ટ્રાન્ઝેકશનની કામગીરી વેગવંતી કરાશે તેમ પરમારે જણાવ્યું હતું. સમૃધ્ધ બેંકિંગ શું છે? બેંકનાં વિવિધ કાર્યો, બેંકની વિવિધ યોજનાઓ, તેમજ બેંકની કાર્યપધ્ધતિ, બચત યોજના, ધિરાણ પધ્ધતિ, બચત કેમ કરવી અને તે જીવનમાં કેવી ઉપયોગી છે તેની સમજ, એ.ટી.એમ. કાર્ડ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, તેમજ પીન નંબર, માસ્ટરકાર્ડ વિઝા કાર્ડ તેમજ રૂપે કાર્ડની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,જીવનજ્યોત વીમા યોજના અટલ પેન્શન યોજના, મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના,સેલ્ફ હેલ્પ ગૃપ અને લાયાબીલીટી ગ્રુપ વિશે એફ.એલસી.સી. કાઉન્સીલર એમ.એમ.પરમારે અને કૃષિ શાખા SBIના બ્રાન્ચ મેનેજર નીરજ કુમાર મકાણીએ માર્ગદર્શન આપી BHIM એપ્લીકેશનની સમજણ, એસ.બી.આઇની BUDDY તેમજ USSD આધારીત કઇ રીતે ઓનલાઇનવહીવટ કરી શકાય, બેંકિંગ પાસવર્ડનો ઉપયોગ કરતી વેળાએ રાખવાની સાવધાની ફાયનાન્સીયલ સીક્યોરીટી કોડ સહીતની બાબતો વિશે વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો.
ડિજીટલ યુગમાં સાયબર ક્રાઈમનાં બનાવો વધી રહ્યા છે ત્યારે બેંકોમાંથી બારોબાર નાણા ઉપડી જવા સહિતના કિસ્સામાં લોકોએ કેવી જાગૃતિ કેળવવી લોકોએ પણ ઓનલાઈન વ્યવહારોનાં જોખમથી વાકેફ રહેવુ જોઈએ. નાણાંકીય વ્યવહાર બેંકમાં સમયસર નિપટાવવા જરૂરી બન્યા છે. માર્ચ આખરમાં બેંકમાંથી લોન રિપેમેન્ટ, વીમા પ્રિમીયમ, એનઓસી સહિત અનેક પ્રકારના સર્ટીફીકેટ લેવામાં આવે છે. ત્યારે બેંકિંગ વ્યવહારોમાં રાખવા પાત્ર કાળજી અને જાણકારી માટે શું કરવુ તે દિશામાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ ઈજનેરી કોલેજના આચાર્ય અને ડીન ડો.એન.કે ગોંટીયા,પ્રાધ્યાપક એન.કે.મિસ્ત્રી, મેનેજમેન્ટ કોલેજના ડો.કે.એ. ખુંટ સહિત કૃષિ અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

મરણના દાખલા કઢાવવા પણ લાગી લાઇનો

editor

અડવાણી રાષ્ટ્રપતિપદ માટે સૌથી યોગ્ય ઉમેદવારઃ શત્રુઘ્ન

aapnugujarat

રૂપાણીનાં પત્નીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર ૫૧૦૦૦ મતોથી જીતનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1