Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-હિંમતનગર હાઈવેના ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો

ચીલોડા-હિંમતનગર હાઈવે પર પ્રાંતિજ તાલુકાના કતપુર પાસે આવેલા ટોલનાકા પર હાઇવે ઓથોરિટી દ્વારા પહેલી એપ્રિલથી રૂપિયા પાંચનો કમરતોડ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. એક બાજુ આ વિસ્તારમાં હાઈવે ઓથોરિટી પૂરતી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર સાબિત થઈ છે અને બીજી બાજુ વારંવાર ટોલટેક્સમાં ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે.ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ નેશનલ હાઇવે આઠ ઉપર ઓથોરિટી દ્વારા પ્રાંતિજના કતપુર ખાતે આવેલ ટોલનાકા ઉપર ૧લી એપ્રિલથી રૂપિયા પાંચના વધારાને લઈ વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. વાહન ચાલકો પર ૫ રૂપિયાનો કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે.ટોલ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે જેની સામે હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ સગવડ આપવામાં આવતી નથી અને છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી દ્વારા તગડો ટોલ ટેક્સ લેવા છતાં પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. ઉપરથી બીજો નવો ભાવ વધારો ઝીંકી દેતાં રોજીંદા તથા કાયમી અવર-જવર કરતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે.સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ પાસેના કતપુર ટોલનાકે વાહનચાલકો પાસેથી હાઇવે ઓટોરીટી દ્વારા તગડો ટોલટેક્સ વસુલવા છતાં હાઇવે પર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે. તેને રીપેર કરવાની ફુરસદ મળતી નથી. ૧ એપ્રિલથી વધુ પાંચ રૂપિયાનો વધારો ઝીંકાવાથી વાહનચાલકોમાં ભારેભારો રોષની લાગણી ફેલાય છે.

Related posts

અમદાવાદમાં તીન તલાકના કાયદાનો વિરોધ, માર્ગ પર ઉતરી મુસ્લિમ મહિલાઓ

aapnugujarat

થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો

editor

સુરેશ શાહ હત્યા કેસમાં મુખ્ય આરોપી શેખવા ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1