Aapnu Gujarat
ગુજરાત

થરા-રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો

કાંકરેજ તાલુકામાં નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના વારંવાર બનતી રહે છે ત્યારે થરા-રાધનપુર નેશનલ હાઇવે પર ટ્રક અને ગાડી વચ્ચે ભારે અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાડી ચાલક રાજસ્થાનનો રેહવાસી હોવાનું સામે આવ્યું છે. થરા-રાધનપુર નેશનલ હાઇવે પર ગાડી પસાર થઇ રહી હતી ત્યારે થરા નજીક રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ટ્રરની નીચે ગાડી ઘુસી જતા અકસ્માત સર્જાતા ગાડી ચાલકને માથાના ભાગે ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થરા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ૧૦૮ મારફતે મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી. થરા-રાધનપુર નેશનલ હાઇવે પર મોટા ખાડા પડી ગયા છે. આ મોટા ખાડાઓના કારણસર અનેક નાના-મોટા અકસ્માત સર્જાય છે. આ નેશનલ હાઇવે પર અનેક ગામો તરફ જવા મુસાફરો અને સાધનો અવર જવર કરતા હોય છે ત્યારે કોઇ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ રહેશે ? નેશનલ હાઇવે ઓથોરીટી વિભાગના અધિકારીઓએ ઘોર નિંદ્રામાંથી જાગી આ હાઇવેની મુલાકાત લઇ થરા-રાધનપુર નેશનલ હાઇવેનું રીપેરીંગ કામ જલદીથી ચાલુ કરવું જોઈએ તેવી લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ : મોહમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

બે મહિલા સાથે મારઝૂડના આરોપ હેઠળ સિડનીમાં સ્વામી આનંદગિરીની ધરપકડ

aapnugujarat

સમી ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ

aapnugujarat

આઈઇડી કરતા વોટર આઈડી વધુ શક્તિશાળી : નરેન્દ્ર મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1