Aapnu Gujarat
ગુજરાત

બે મહિલા સાથે મારઝૂડના આરોપ હેઠળ સિડનીમાં સ્વામી આનંદગિરીની ધરપકડ

પ્રયાગરાજના નિરંજની અખાડાથી જોડાયેલા સંત સ્વામી આનંદગિરિની ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મહિલાઓની સાથે મારઝૂડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને ૨૬ જૂન સુધી જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ૩૮ વર્ષીય સંત સ્વામી આનંદગિરિ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિના શિષ્ય છે અને દેશ-વિદેશમાં યોગ શીખવાડવાનું કામ કરે છે.
મહંત નરેન્દ્રગિરિએ આનંદગિરિની ધરપકડની પુષ્ટિ કરતાં કહ્યું કે મામલો ૨૦૧૬નો છે. તેઓએ કહ્યું કે મામલો મારઝૂડનો નથી, પરંતુ સાધુ-સંતોના પીઠ થાબડીને આશીર્વાદ આપવાને વિદેશી મહિલાઓએ ખોટી રીતે લીધી અને મારઝૂડનો આરોપ લગાવ્યો છે. મારઝૂડ જેવું કંઈ જ નથી. આનંદગિરિને રવિવાર બપોરે ૧૨.૩૫ વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. હાલ આનંદગિરિને ૨૬ જૂન સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આનંદગિરિ પર બે અલગ-અલગ સ્થળે બે મહિલાઓની સાથે મારઝૂડનો આરોપ લાગ્યો છે. આરોપ મુજબ તેમણે બે પ્રસંગે હિન્દુ પ્રાર્થના માટે પોતાના ઘરે મહિલાઓને આમંત્રિત કરી હતી. જ્યાં ૨૦૧૬માં તેઓએ પોતાના ઘરના બેડરૂમમાં એક ૨૯ વર્ષીય મહિલાની સાથે કથિત રીતે મારઝૂડ કરી. ત્યારબાદ ૨૦૧૮માં ગિરિએ લાઉન્જ રૂમમાં ૩૪ વર્ષીય એક મહિલાની સાથે કથિત રીતે મારઝૂડ કરી હતી.

Related posts

સાબરકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને ગરીબો સાથે છેતરપિંડી કરવાના મામલે જય મહાકાલી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ

aapnugujarat

વડોદરામાં કાર તળાવમાં ખાબકતા બેના મોત

aapnugujarat

શહેરમાં ૨૫ કંટ્રોલરૂમ પર ખાસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1