Aapnu Gujarat
ગુજરાત

શહેરમાં ૨૫ કંટ્રોલરૂમ પર ખાસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ

હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે મ્યુનિસિપલ કંટ્રોલરૂમ દ્વારા પણ ઉભી થનારી સંભવિત કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે.જેમાં ૨૫ કંટ્રોલરૂમ પર ખાસ વ્યવસ્થા કરવાની સાથે તમામ ૭ અંડરપાસ ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે.કુલ ૮૨ જંકશનો ઉપર ૨૨૬ સીસીટીવી કેમેરાથી પળેપળની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે આ સાથે જ સ્ટાફને ૨૪ કલાક હાજર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હાઈએલર્ટને પગલે શહેરના મેયર ગૌતમ શાહ કંટ્રોલરૂમ ખાતે દોડી ગયા હતા.જ્યાં તેમણે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી હતી.બાદમાં તેમણે કહ્યુ કે,શહેરમાં ઉભી થનારી સંભવિત કોઈપણ પ્રકારની પરિસ્િથિતિને પહોંચી વળવા તંત્ર સાબદુ છે.મુખ્ય કંટ્રોલરૂમ ઉપરાંત શહેરમાં ફાયર,ગાર્ડન,એસટીપી સહીતના કુલ ૨૫ કંટ્રોલરૂમ સતત સંપર્કમાં રહેશે.ઉપરાંત શહેરમાં આવેલા સાત અંડરપાસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે..જેનુ મોનીટરીંગ મેઈન કંટ્રોલરૂમ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.તમામ અંડરપાસ ખાતે ત્રણ શિફટમાં સતત ૨૪ કલાક પંપ ઓપરેટર હાજર રહેશે.તે કંટ્રોલરૂમ સાથથે વાયરલેસથી સંપર્કમાં રહેશે.વાસણા બેરેજ ખાતે પણ સ્ટાફ મુકવામાં આવ્યો છે.જે પાણીની સપાટી અંગે દર કલાકે માહીતી આપશેશહેરમાં ૮૨ જેટલા જંકશનો ઉપર ૨૨૬ જેટલા કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે.જરૂરી પંપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.ખારીકટ કેનાલમાં ૪૬ સમ્પ બનાવવામાં આવ્યા છે જેમાં ૭૬ પંપો વરસાદી પાણીનો નિકાલ કરશે.૨૮ સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશન પર ૬૨ પંપ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે મેઈન કંટ્રોલરૂમ ખાતે એક ટ્રાફિક પોલીસ કર્મી હાજર રહેશે જે વરસાદ દરમિયાન શહેરમાં જ્યાં ટ્રાફિક જામ હશે તે જંકશને જરૂરી વ્યવસ્થા કરવા માહીતી આપશે.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિઓની શિબિર યોજાશે

editor

૨૦ મિનિટમાં યુવતીએ ૩૦ લાખના મોબાઈલની ચોરી કરી

aapnugujarat

ભાવનગરમા કોરોના રસીકરણ મહા અભિયાન ની શરૂઆત

editor

Leave a Comment

UA-96247877-1