Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મોસમનો સરેરાશ વરસાદ ૮ ઈંચ 

અમદાવાદ શહેરમાં આજે સતત સાતમા દિવસે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.શહેરમાં રોજ હળવા થઈ રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં શહેરનો સરેરાશ વરસાદ ૮ ઈંચ ઉપર પહોંચવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં ગત ૨૫ જુનથી ચોમાસાનો વિધિવત આરંભ થવા પામ્યો છે.ઉત્તરપ્રદેશ ઉપર સર્જાયેલા પ્રેશર અને પશ્ચિમી રાજ્સ્થાન ઉપર સર્જાયેલી અપર એર સર્કયુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ સહીત રાજયમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.આમ છતાં અમદાવાદીઓને હજુ જોઈએ એ પ્રમાણેનો વરસાદ મન મુકીને વરસી રહ્યો નથી.એક માત્ર આ માસની શરૂઆતમાં ૩ જૂલાઈના રોજ બપોરના સુમારે બે કલાકમાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો.ત્યારથી લઈને છેલ્લા સતત સાત દિવસથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.કયારેક થોડોક સમય વચ્ચે સૂર્યપ્રકાશ પણ જોવા મળતો હોય છે તો કયારેક કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.આમ છતાં અમદાવાદના રહીશો આ પ્રકારના વાતાવરણને બદલે ભારે વરસાદ વરસે એની રાહ જોઈ રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટાગોર હોલ ખાતે શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમ સૂત્રોમાંથી મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪.૭૭ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.આ સાથે શહેરમાં મોસમનો સરેરાશ વરસાદ ૨૦૦ મીલીમીટર એટલે કે ૮ ઈંચ ઉપર પહોંચવા પામ્યો છે.શહેરમાં આવેલા વાસણા બેરેજ ખાતે આજે સવારના સુમારે નદીમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ વાસણા બેરેજના બે ગેટ એક ફુટ જેટલા ખોલી નાંખ્યા હતા.જેને બપોર સુધીમાં આવક ઘટતા ફરી પાછા બંધ કરી દેવામાં આવ્યા હતા.બેરેજ ખાતે પાણીની સપાટી બપોરે ૪ કલાકે ૧૩૨.૫૦ ફુટ નોંધાવા પામી હતી.નદીમાં પાણીની આવક ૧૦૦૧ કયુસેક અને કેનાલમાં જાવક  ૮૯૦ કયુસેક નોંધાવા પામી છે.આ સિવાય શહેરમાં વૃક્ષ ધરાશયી બનવાની,પાણી ભરાવાની કે રોડ પર ભૂવા પડવા જેવી કોઈ ઘટના બનવા ન પામી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાલડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ચોમાસાની મોસમને લઈને કંટ્રોલરૂમ ખાતે બપોરના સુમારે કોઈ જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી ઉપરાંત જે કર્મચારીઓ હાજર હોય છે તેઓ ટીવી ચેનલ ઉપર ફિલ્મો જોતા હોવા અંગેની ગંભીર ફરિયાદ શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવતા તંત્ર તરફથી આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

Related posts

જીગ્નેશ મેવાણીને તંત્ર દ્વારા ટોર્ચર કરાયાના આક્ષેપો થયા

aapnugujarat

કેસર કેરીની આવક વધતાં ભાવ ઘટવાની શક્યતા

aapnugujarat

AMCનું ૨૦૨૧-૨૨નું સુધારેલુ બજેટ રજૂ

editor

Leave a Comment

UA-96247877-1