Aapnu Gujarat
ગુજરાત

કેસર કેરીની આવક વધતાં ભાવ ઘટવાની શક્યતા

મીઠી સુગંધથી મઘમઘતી અને જાેતા જ મોંમા પાણી આવી જાય તેવી કેસર કેરી હજી પણ મોટાભાગના લોકોના ઘર સુધી પહોંચી નથી. દર વર્ષે ઉનાળામાં માર્ચ-એપ્રિલ મહિનામાં માર્કેટમાં કેરી આવવાની શરૂ થઈ જાય છે. ખાસ કરીને કેસર કેરીની સીઝન દરમિયનાન વધારે માગ રહે છે. અત્યારે ધીમે-ધીમે કેસર કેરી માર્કેટમાં આવી રહી છે પરંતુ તેના ભાવ પણ ઝટકો આપે તેવા છે. એક કિલો કેરી ૧૫૦ રૂપિયાના ભાવે મળી રહી છે. આ સિવાય કેટલીક જગ્યાએ એક બોક્સ (૧૦ કિલો) કેરીનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ રૂપિયા છે. જાે કે, આગામી સમયમાં કેસર કેરીના ભાવમાં થોડો ઘટાડો થશે તેવી શક્યતા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી તેને ૧૦ દિવસ થઈ ગયા છે. ગત વર્ષ કરતાં બમણા ભાવથી શરૂ થયેલી કેસર કેરીનો ભાવ હજી પણ એટલો જ છે. ભાવમાં સહેજ પણ ઘટાડો થયો નથી. પરંતુ આગામી એક અઠવાડિયા બાદ તેમાં થોડો એવો ઘટાડો થવાની શક્યતા છે. તાલાલા યાર્ડમાં ૧૦ કિલો કેસર કેરી ૭૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડના છેલ્લા ૨૦ વર્ષના ઈતિહાસમાં આ વર્ષે કેસર કેરના ભાવ સૌથી વધારે નોંધાયા છે. સામાન્ય રીતે કેસર કેરીના ૧ ક્વિન્ટલનો ભાવ ૮૨૫થી ૩,૫૫૦ રૂપિયા રહ્યો છે, પરંતુ આ વર્ષે તે ભાવ ૭,૫૦૦ રૂપિયા છે. ૨૦૦૦-૦૧ના વર્ષમાં સરેરાશ ૮૨ રૂપિયા પ્રતિકિલોના ભાવે કેસર કેરીનું બોક્સ વેચાતું હતું, આજે તેનો ભાવ ૭૫૦ રૂપિયાએ પહોંચ્યો છે.
૨૦૨૨માં મે મહિના દરમિયાન એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૩,૫૫૦ રૂપિયા હતા અને બોક્સનો ભાવ ૪૦૦ રૂપિયાની આસપાસ હતો. પરંતુ હાલના સમયમાં એક ક્વિન્ટલ કેરીનો ભાવ ૭૫૦૦ અને બોક્સનો સરેરાશ ભાવ ૭૫૦ રૂપિયા રહ્યો છે. તાલાલા યાર્ડમાં છેલ્લા ૧૦ દિવસમાં ૨૦,૩૨૬ બોક્સની આવક નોંધાઈ હતી.
તાલાલા યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીમાં રોગ આવી ગયો છે. ઠંડા હવામાનના કારણે પાકને નુકસાન થયું છે. લંગડો અને હાફૂસ કેરી સારી આવે છે પરંતુ કેસર કેરી બજારમાં મોંઘી છે. પરંતુ દિવસ જતાં તે પણ થોડી સસ્તી થશે.
જણાવી દઈએ કે, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી ગુજરાતના એવા ત્રણ જિલ્લા છે જ્યાં કેસર કેરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. જાે કે, ગયા વર્ષે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા તાઉતેએ ત્રણેય જિલ્લાઓમાં રહેલા કેરીના અનેક બગીચાઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ સિવાય અવાનવાર કમોસમી વરસાદ અને ત્યારબાદની કાળઝાળ ગરમીએ તેમા ઉમેરો કર્યો હતો.

Related posts

निर्वाचल आयोग ने आश्वासन दिया : सुची में नाम शामिल करने के फार्म १७ तक स्वीकार

aapnugujarat

કૃષિ મંત્રી બે દિવસ સુધી જામનગરમાં, સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે

aapnugujarat

મોદીના હસ્તે નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1