Aapnu Gujarat
ગુજરાત

૨૦ મિનિટમાં યુવતીએ ૩૦ લાખના મોબાઈલની ચોરી કરી

શહેરના વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે આવેલા એસ.કે.મોબાઈલ શોરૂમમાંથી રાત્રે તસ્કરોએ એક યુવતીના માધ્યમથી રૂપિયા ૨૫થી ૩૦ લાખના ૧૦૦ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સી.સી.ટી.વી ફુટેજના આધારે આ સમગ્ર ચોરી તસ્કરોએ માત્ર ૨૦ મિનિટમાં જ કરી હોવાની માહિતી બહાર આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક વર્ષ પહેલાં એસ.કે. મોબાઇલ નામનો શોરૂમ શરૂ થયો હતો. આજે સવારે મોબાઇલ શોપમાં આવેલા કર્મચારીઓએ મોબાઇલ શોરૂમનું શટર ખુલ્લુ જોતા ચોંકી ઉઠ્યા હતા. આ અંગેની જાણ શોરૂમના મેનેજર દર્શનભાઇ તેંદુલકરને થતા તેઓ શોરૂમ ઉપર દોડી આવ્યા હતા.
દરમિયાન કર્મચારીઓએ શોરૂમનું શટર ખોલીને જોતા શોરૂમમાં મોબાઇલ ફોનના ખાલી બોક્સ પડેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. બાદમાં મોબાઇલ મુકેલ કબાટમાં અને શોકેશમાં તપાસ કરતા મોબાઇલ ફોન જણાઇ ન આવતા તુરતજ તેઓએ શોરૂમના માલિક સુશાંતભાઇ મખ્ખીજાનીને જાણ કરતા તેઓ પણ શોરૂમ ઉપર આવી પહોંચ્યા હતા. અને શોરૂમમાં થયેલી ચોરીની જાણ પાણીગેટ પોલીસને કરી હતી.

Related posts

દિયોદરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે ૫૨ ગજની ધજા રોહણ કરાઈ

aapnugujarat

स्वास्थ्य कर्मचारियों द्वारा चलाए जा रही हड़ताल की रणनीति को निर्धारित करने के लिए बैठक हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1