Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને ગરીબો સાથે છેતરપિંડી કરવાના મામલે જય મહાકાલી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ

સાબરકાંઠા જિલ્લાનાં ખેડૂતો અને ગરીબો સાથે છેતરપિંડી કરવાના મામલે જય મહાકાલી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ સાબરકાંઠા જિલ્લાના નાના અને સીમાંડ ખેડૂતો અને ગરીબ લોકોને લકી ડ્રો, ઇનામી યોજના સહિતના લોભામણી ચીટ ફંડ સ્કીમોમાં પૈસા રોકાવી લાખો રૂપિયાનો ચુનો લગાડવાના પ્રકરણમાં જય મહાકાલી એન્ટરપ્રાઇઝ સ્કીમના  કર્તાહર્તાઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાજય સરકાર, રાજયના પોલીસ મહાનિર્દેશક, સાબરકાંઠા ડીએસપી ઉપરાંત આ સ્કીમો માટે જવાબદાર અરવિંદ રણછોડભાઇ સાગર(વસાણીયા), જયેશ અરવિંદભાઇ સાગર(વસાણીયા), જેતાવત ચંદ્રવિજયસિંહ, જયેશ નાયી સહિતના પક્ષકારો વિરૂધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. અરજદાર ખેડૂતો પટેલ જશભાઇ હીરાભાઇ તથા અન્યો તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે જુદી જુદી લકી ડ્રો કુપન યોજના, વીસી, ઇનામી યોજના, જય મહાકાલી એન્ટરપ્રાઇઝના નામથી નાના અને મોટા ડ્રોની સોનાના દાગીના અને અન્ય ચીજવસ્તુઓની લલચામણી જાહેરાતો કરી તેના પેમ્ફલેટ છપાવી લોકોને ગુમરાહ કરી અરવિંદ રણછોડભાઇ સાગર(વસાણીયા), જયેશ અરવિંદભાઇ સાગર(વસાણીયા), જેતાવત ચંદ્રવિજયસિંહ, જયેશ નાયી વગેરેએ લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા અને તેઓને ઠગાઇનો ભોગ બનાવ્યા હતા. ઠગાઇનો ભોગ બનનાર ગરીબ અને અભણ ખેડૂતો ઉપરાંત ગરીબ વર્ગના લોકો છે. ઉપરોકત ઠગ શખ્સોએ વડાલી અને સાબરકાંઠા જિલ્લા અને તેની આસપાસના ખેડૂતો અને ગરીબ પ્રજાને ભોળવી તેઓને રૂ.૧૫ હજારથી લઇ બે લાખ સુધીનું રોકાણ વ્યકિત દીઠ જુદી જુદી સ્કીમોમાં કરાવ્યું હતુ અને પાછળથી તેઓને ચુનો લગાડયો હતો. લોભામણી સ્કીમોના નામે ખેડૂતો અને ગરીબ લોકો સાથે ઠગાઇ અને ગંભીર છેતરપીંડી અંગે  તા.૬-૩-૨૦૧૭ના રોજ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવા છતાં પોલીસ તરફથી કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ સમગ્ર પ્રકરણની ગંભીરતા ધ્યાને લઇ હાઇકોર્ટે કૌભાંડની તપાસ સીબીઆઇ અથવા સીઆઇડી ક્રાઇમને સોંપવી જોઇએ. અરજદારોએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે કસૂરવાર આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો પણ કોર્ટે તપાસનીશ એજન્સીને હુકમ કરવો જોઇએ. વધુમાં, આ પ્રકરણમાં તપાસ નહી કરનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો કોર્ટે આદેશ કરવો જોઇએ.

Related posts

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગરબા ગાઇને સિઝનલ ફ્લુની જનજાગૃતિ કરી

aapnugujarat

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરાઈ

aapnugujarat

સચિવાલયમાં કોરોનાનો ફફડાટ

editor

Leave a Comment

UA-96247877-1