Aapnu Gujarat
ગુજરાત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરાઈ

પ્રથમ તબક્કા ની પરીક્ષા માં કોઇપણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી: કુલપતિ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માં સ્નાતક સેમ – 6 અને અનુસ્નાતક સેમ – 4 ના વિવિધ અભ્યાસ ક્રમો ની માર્ચ-જૂન ની પ્રથમ તબક્કા ની પરીક્ષા ઓ નો પ્રારંભ થયો છે. ત્યારે પરીક્ષા ઓ શાંતિ પૂર્ણ માહોલ માં યોજાય તે માટે યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરવામાં આવી છે.

ગત રોજ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો ના પરીક્ષા કેન્દ્રો પૈકી પાટણ યુનિવર્સિટી ના કુલપતિ ડો.જે.જે.વોરા એ મહેસાણા પરીક્ષા કેન્દ્ર ની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત માં પરીક્ષા ના આયોજન મુજબ પરીક્ષા યોજાઇ રહી છે કે કેમ તેની તપાસ કરી હતી.

આ ઉપરાંત નિમણુક કરાયેલ અન્ય ઓબ્ઝર્વરો દ્વારા પણ પરીક્ષા કેન્દ્રો ની મુલાકાત કરવામાં આવી હતી. જો કે ગત રોજ થી શરુ થયેલ પ્રથમ તબક્કા ની પરીક્ષા માં કોઇ પણ ગેરરીતિ નો કેસ નોંધાયો નહીં હોવાનું કુલપતિ એ જણાવ્યું હતું.

Related posts

દલિત વિદ્યાર્થી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મામલે બી.જે. મેડિકલ કોલેજમાં તોડફોડ પ્રકરણમાં ડીને નોંધાવેલ ફરિયાદ

aapnugujarat

કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે

aapnugujarat

જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન

editor

Leave a Comment

UA-96247877-1