Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૩મે બાદ ભાજપ-જેડીયૂ ડાયનાસોરની જેમ ગાયબ થઇ જશે : તેજસ્વી યાદવ

લોકસભાની ચુંટણીનાં પાંચ ચરણ પૂર્ણ થઇ ગયા છે મહાગઠબંધન પોતાની પૂરી તાકાત લગાવીને ચુંટણી પ્રચાર કરી રહ્યુ છે. રોજ અલગ-અલગ પક્ષ પીએમ મોદી પર કોઇને કોઇ આરોપ મુકી રહ્યુ છે ત્યારે હવે બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનું એક નિવેદન સામે આવ્યુ છે. જેમા તે કહે છે કે, જે રીતે ડાયનાસોર લુપ્ત થઇ ગયા હતા તે રીતે ૨૩ મે બાદ આ લોકો પણ ગાયબ થઇ જશે.
બિહારમાં મહાગઠબંધન કરી બીજેપી-એનડીએને પડકાર આપનાર પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે મંગળવારે એકવાર ફરી બીજેપી અને જેડીયુ પર નિશાનો સાધ્યો છે. તેજસ્વી યાદવે કહ્યુ કે, હવે બીજેપીનાં લોકો પણ હાર માનવા લાગ્યા છે. આ લોકો ૨૩ મે ના રોજ ડાયનોસોરની જેમ ગાયબ થવાના છે. આરજેડી નેતા તેજસ્વીએ રામ માધવનાં નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, હવે તે પણ માનવા લાગ્યા છે કે બહુમત મળી શકશે નહી અને તે સહયોગ વિના સરકાર બનાવી શકશે નહી. તેમણે કહ્યુ કે, હવે બીજેપીનાં લોકો કહે છે કે, મહામિલાવટી ગઠબંધન છે, તો શું બીજેપીનાં લોકો ચુંટણી બાદ કોઇનો પણ સહયોગ નહી લે, તમે જોઇ શકશો કે તેમની કથનિ અને કરનીમાં કેટલો અંતર છે.
તેજસ્વી યાદવે બીજેપી સાથે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ આડેહાથ લેતા કહ્યુ કે, ૨૩ તારીખે ભૂકંપ આવશે, તમે જોઇ શકશો કે કોઇ ઠીક નહી હોય. બિહારની ચુંટણી કેટલા મહિનામાં થઇ જાય કોઇ નક્કી નહી. ૨૩ મે બાદ નીતિશ કુમાર રાજીનામું આપી દેશ અને ત્યારબાદ જેડીયુ અને બીજેપીની લડાઇ થવાનું નક્કી છે.

Related posts

આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની સુપ્રીમમાં કેન્દ્રની હૈયાધારણ

editor

सरकार पाक. में आतंकवादी अड्डों को ध्वस्त करे : विहिप

aapnugujarat

૩૦ જુલાઈથી RBIની પોલિસી મિટિંગ શરૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1