Aapnu Gujarat
ગુજરાત

આઈઇડી કરતા વોટર આઈડી વધુ શક્તિશાળી : નરેન્દ્ર મોદી

મતદાન બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે દેશમાં ત્રીજા ફેજનું મતદાન થઈ રહ્યું છે. મને આજે કર્તવ્ય નિભાવવાની ગૌરવપૂર્ણ પળ મળી છે. મને આનંદ છે કે મારા વતનમાંથી મને મતદાન કરવાની તક મળી છે. જેમ કુંભનાં મેળામાં સ્નાન કરીને પવિત્રતાની અનુભૂતિ થાય તેવો જ અનુભવ મને અમદાવાદમાં મતદાન કરીને થાય છે. તમામ લોકો મતદાન જરૂરથી કરજો. પહેલીવાર વોટ કરનારની આ સદી છે, તેઓ બધા જ ચોક્કસથી મતદાન કરજો. પહેલી વાર મત આપતા લોકોને મારી ખુબ-ખુબ શુભેચ્છાઓ. મોદીએ ઉમેર્યું કે, આતંકવાદનું હથિયાર આઇઇડી છે અને લોકતંત્રનું હથિયાર વોટર આઇડી છે. મને લાગે છે કે વોટર આઈડીની તાકાત આઇઇડી કરતા વધુ છે. રાણીપની નિશાની સ્કૂલમાંથી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીની રોડ શો યોજ્યો હતો, ત્યારબાદ ત્યાંથી રવાના થતા પહેલા તેઓએ ગાડીમાં બેઠા બેઠા અમિત શાહ સાથે કંઈક વાતચીત કરી હતી. અમિત શાહે પણ હાથ અને આંગળી રસ્તાથી મોદીને કશું પૂછ્યું હતું. નરેન્દ્ર મોદીએ પણ ધીમેથી બોલી કશો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે કેટલીક ક્ષણો વચ્ચે ગુફતેગુ ચાલી હતી. બંને મહાનુભાવોએ કયા મુદ્દા પર શું વાતચીત કરી તેની અટકળો લગાવી રહી છે. આખરે બંને આવજો કરી છુટા પડ્‌યા હતા, પરંતુ આ સામે હાજર રહેલા ભાજપના કાર્યકરો અને લોકોએ પણ આ બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ હશે તેના અંગે અટકળો લગાવી હતી. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મતદાનની સાથે સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મતદાન અને તે પહેલાં તેમની માતા હીરા બા સાથેની મુલાકાત સૌથી વધુ નોંધનીય અને સમાચાર માધ્યમોમાં કેન્દ્રસ્થાને બની રહી હતી. આજે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી નાનાભાઇ પંકજભાઇની સાથે રહેતાં માતા હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશના સર્વોચ્ચ પદ પર બિરાજતા હોવાછતાં એક સામાન્ય પુત્રની જેમ જ આજે નીચે ઝુકીને માતા હીરા બાના ચરણસ્પર્શ કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, મોદીની માતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવવાની એક આગવી પરંપરા છે. માતા હીરાબાએ હીરાબેનએ નરેન્દ્ર મોદીને નારિયળ, શાકર, પાવગઢ મહાકાળી માતાની ચુંદડી, ૫૦૦ રૂપિયા શુકન તરીકે આપ્યા હતા. હીરાબાએ નરેન્દ્ર મોદીને આ સમયે પંજરી પણ ખવડાવી, જે હમેશા શુકન રૂપમાં ગુજરાતી લોકોના ઘરમાં બને છે. પ્રધાનમંત્રી આશરે ૧૦ મિનિટ સુધી માતાની સાથે રોકાયા હતા. એટલું જ નહી, જીતના આશીર્વાદ સાથે માતા હીરા બાએ પુત્ર મોદીને લાપસીના કોળિયા પણ પોતાના હાથે ખવડાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ૯૮ વર્ષીય માતા હીરા બા સાથે થોડી ક્ષણો પારિવારિક જીવનની ગાળી તેમની સાથે લાગણીભરી વાતો કરી હતી. માતા હીરાબાએ મોદીના માથે હાથ મૂકી તેમને અંતરથી આશીર્વાદ આપ્યા હતા. માતા-પુત્રના મિલનના આ દ્રશ્યો સમાજ માટે પણ જાણે પ્રેરણારૂપ બની રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ માતા હીરા બાના આશીર્વાદ લીધા બાદ મતદાન આપવા જતાં પહેલાં સોસાયટીના સ્થાનિક લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. સોસાયટીના કેટલાક લોકોએ મોદીના પગે પડીને આશીર્વાદ પણ લીધા હતા. માતા હીરા બાના આશીર્વાદ મેળવ્યા બાદ વડાપ્રધાનનો કાફલો ગાંધીનગરના રાયસણ ગામથી કાફલો અમદાવાદના રાણીપમાં પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદી રાણીપ ખાતેની નિશાન સ્કૂલ સુધી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને મતદાન કરવા પહોચ્યા હતા. અંદાજે અડધો કિમી સુધી તેમણે લોકોની સામે પસાર થયા હતા. જીપમાંથી ઉતરીને તેમણે લોકને નમન કર્યા હતા. તે સમયે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમના સ્વાગત માટે હાજર હતા. દરમિયાન નરેન્દ્ર મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીને રમાડી હતી તેમજ જીતનું વી કરીને નિશાન બતાવ્યું હતું અને બાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રૂમ નંબર-૩માં મતદાન કર્યું હતું. મતદાનને લઇને ભારે ઉત્સુકતા રહી હતી.

Related posts

અતિવૃષ્ટિ, પુર કે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જિલ્લા સ્તર પર તૈયાર થશે

aapnugujarat

વડોદરામાં જીએસટી ચોરી કરનાર મોબાઇલ શોરૂમના માલિકની ધરપકડ

aapnugujarat

બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા હુસૈની બ્લડ ડોનેટ કેમ્પ આવતીકાલે યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1