Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં જીએસટી ચોરી કરનાર મોબાઇલ શોરૂમના માલિકની ધરપકડ

શહેરમાં મોબાઇલ ફોટ, લેપટોપ, સ્માર્ટ વોચ વિગેરે બ્રાન્ડેડ કંપનીના લાવી બીલ વગર માર્કેટમાં વેચાણ કરી રૂપિયા ૮.૫૦ કરોડની જીએસટી ચોરી કરનાર મોબાઇલ શોપના માલિકની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલાં જીએસટી વિભાગે તેઓના નિવાસ સ્થાન તેમજ શોપ ઉપર દરોડા પાડ્યા હતા. જીએસટી ચોરીમાં મોબાઇલ શોપના સંચાલકની જીએસટી વિભાગે ધરપકડ થતાં શહેરમાં મોબાઇલ ફોન માર્કેટમાં ચકચાર મચી ગઇ હતી. અલકાપુરી સહિત ત્રણ સૃથળોએ આવેલા રા લિંક મોબાઇલ સ્ટોરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે ત્રણ દિવસ પહેલા પાડેલા દરોડામાં રૂપિયા ૮.૫૦ કરોડની જીએસટી ચોરી પકડાઇ ઝડપી પાડી હતી. આ કેસમાં સીજીએસટીએ રા લિંક મોબાઇલના સંચાલક પુષ્પક હરીશ મખીજાની (રહે.ઇસ્કોન હેબિટેટ, ગોત્રી-સેવાસી રોડ, વડોદરા)ની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પુષ્પક મખીજાનીની જામીન અરજી ઉપર સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખીને આરોપીને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ- વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપુરે પુષ્પક મખીજાનીની ધરપકડ કરીને સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. સીજીએસટી વિભાગે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કેસની વિગતો આપી હતી કે પુષ્પક હરીશ મખીજાની રા લિંક, વિંડસર પ્લાઝા, અલકાપુરી, રા લિંક, મારૃતિ ધામ સોસાયટી, હરણી રોડ અને સરકાર આઇ ફોન્સ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સામે, કારેલીબાગ ખાતે શો રૂમ ધરાવે છે. અને વિવિધ બ્રાન્ડના મોબાઇલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચનુ વેચાણ કરે છે. પુષ્પક મખીજાની ગ્રે માર્કેટમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચનો જથ્થો બિલ વગર જ ખરીદે છે અને બિલ વગર જ તેનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરે છે. તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ઇસ્કોન હેબિટેટ, ગોત્રી સેવાસી રોડ પર આવેલા તેના નિવાસ સૃથાન અને ત્રણ શોરૃમ મળીને ચાર સૃથળોએ દરોડા પાડવામા આવ્યા હતા. સર્ચ દરમિયાન પુષ્પકના લેપટોપમાંથી બિન હિસાબી વેચાણની વિગતો મળી આવી હતી. મળેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં જુન-૨૦૨૦-૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન પુષ્પક મખીજાનીએ રૂપિયા ૮.૫૦ કરોડોની જીએસટી ચોરી કરી હોવાનો અંદાજ છે. આ કેસમાં સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી અને પુષ્પક મખીજાનીએ રજૂ કરેલી જામીન અરજીનો ધારદાર વિરોધ કર્યો હતો. જેના પગલે કોર્ટે પુષ્પકને જેલમાં મોકલી આપવા માટે હુકમ કર્યો હતો. આજે આરોપીને તબીબી ચકાસણી માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

Related posts

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

editor

ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ લોન એપ બંધ કરી

aapnugujarat

ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો હજુ કેટલા દિવસ છે હિટવેવની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1