Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં તીન તલાકના કાયદાનો વિરોધ, માર્ગ પર ઉતરી મુસ્લિમ મહિલાઓ

નરેન્દ્ર મોદી સરકાર મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવા માટે સંસદમાં વિધેયક મૂક્યું છે. જેમાં લોકસભામાં તેને પાસ કરી દેવામાં આવ્યું છે, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષના હોબાળાના કારણે પાસ થયું નથી. ત્યારે મુસ્લિમ મહિલાઓ જ સરકારના આ નિર્ણયનો અમદાવાદમાં વિરોધ કરતી જોવા મળી હતી.
મુસ્લિમ મહિલાઓએ બેનર સાથે નવા કાયદાનો લાલદરવાજા ખાતે વિરોધ કર્યો હતો.મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મુસ્લિમ મહિલાઓએ લાલ દરવાજા ખાતે વિરોધ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અમે બધી મુસ્લિમ મહિલાઓ નવા ત્રણ તલ્લાકના કાયદાનો વિરોધ કરીએ છીએ. સાથે જ બેનરોમાં લખ્યું હતું કે, મને મુસ્લિમ બહેનો કી બડી ચિંતા હો રહી હૈ, તેમાં જ સવાલ કર્યો કે મુસ્લિમ બહેનોની ચિંતા કરનાર ભાણીયાઓની ચિંતા કરશે. અમે મુસ્લિમ પસર્નલ લો બોર્ડની સાથે છીએ. અમે શરીયતના કાયદાને સમર્થન કરીએ છીએ તેવા બેનર લઈ વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

પાક વીમા આપવામાં અને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે : ધાનાણી

aapnugujarat

ગાંધીધામમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

editor

નંદાસણમાં શ્રી વીરમાયા બચત ધિરાણ અને ગ્રાહક ક્રેડિટ કો.ઓ.સોસાયટીનું ઉદ્‌ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1