Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંઘ પ્રમુખ ૨૬ જાન્યુઆરીએ કેરળમાં કરશે ધ્વજવંદન

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ૨૬ જાન્યુઆરીએ કેરળમાં ધ્વંજવંદન કરનાર છે. ગયા વર્ષે ૧૫ ઓગસ્ટે ભાગવત દ્વારા કેરળમાં ધ્વંજવંદન કરવા મુદ્દે વિવાદ સર્જાયો હતો. સંઘના કાર્યકરોએ જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરીએ કેરળના પલક્કડ જિલ્લાની એક સ્કૂલમાં ધ્વજવંદન કરાશે. કેરળમાં ૨૬ જાન્યુઆરીથી આરએસએસની ત્રણ દિવસની શિબિરનું પણ આયોજન કરાયું છે. ભાગવત આ શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે કેરળમાં જ રહેશે. સંઘના વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે આરએસએસના પ્રમુખ સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસે જ્યાં હોય છે ત્યાં જ ધ્વજવંદન કરે છે. તેઓ ૨૬ જાન્યુઆરીએ કેરળમાં હશે અને ત્યાં જ ધ્વજવંદન કરશે. સંઘના કાર્યકરોએ જણાવ્યું હતું કે જે સ્કૂલમાં ધ્વજ વંદન કરવામાં આવનાર છે તેનું સંચાલન આરએસએસનું ભારતીય વિદ્યા ભવન કરે છે. એક પદાધિકારીએ જણાવ્યું હતું કે આરએસએસ રાષ્ટ્રીય સંગઠન છે. રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવી તેની સંસ્કૃતિ છે. અગાઉ ગયા વર્ષે ૧૫ ઓગસ્ટે ભાગવતે કેરળના પલક્કડ જિલ્લાની શાળામાં તિરંગો ફરકાવ્યો હતો. જોકે ડીએમએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે શાળામાં કોઈ પણ રાજનેતાએ તિરંગો ફરકાવવો નહીં અને સ્કૂલના શિક્ષક અથવા અન્ય કોઈ પસંદગીની વ્યક્તિએ જ આમ કરવું. આમછતાં ભાગવતે ધ્વજવંદન કર્યું હતું.

Related posts

યુવતીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

રાજસ્થાનમાં ભાજપ આકરા પાણીએ : ચાર મંત્રી સહિત ૧૧ બાગી નેતાઓ સસ્પેન્ડ

aapnugujarat

ईडी ने धनशोधन मामले में मीसा भारती व अन्य के खिलाफ पूरक आरोप पत्र दायर किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1