Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનમાં ભાજપ આકરા પાણીએ : ચાર મંત્રી સહિત ૧૧ બાગી નેતાઓ સસ્પેન્ડ

રાજસ્થાનમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. રાજસ્થાન બીજેપી દ્વારા પોતાના ૧૧ બાગી નેતાઓને પાર્ટીમાંથી સસ્પેંડ કરી દીધા છે. જો કે, રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ માટે વોટિંગ થવાનું છે, જે પહેલા બીજેપી દ્વારા રાજસ્થાનની ૨૦૦ સીટો પર ચૂંટણી લડનાર ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ યાદીમાં સ્થાન ન મળનાર ઘણા નેતા પાર્ટીના વિરોધમાં આવી જઇને ભડકાઉ નિવેદનો કરતા હતા, તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ ઘટનાઓની વચ્ચે પાર્ટી દ્વારા ૧૧ બાગી નેતાઓને ૬ વર્ષ માટે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
પાર્ટીમાંથી બર તરફ કરાયેલા સભ્યોમાં સુરેન્દ્ર ગોયલ, લક્ષ્મીનારાયણ, રાધેશ્યામ ગંગાનગર, હેમસિંહ ભડાના, રાજકુમાર રિણવાં, રામેશ્વર ભાટી, કુલદીપ ધનકડ, દીનદયાલ કુમાવત, કિશનરામ નાઇ, ધનસિંહ રાવત અને અનિતા કટારાના નામનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૧૨થી લઇને ૧૯ નવેમ્બર સુધી ફોર્મ ભરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૨ નવેમ્બરે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તેમાં કોંગ્રેસના માત્ર ૮ નેતાઓએ જ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. જો કે, પાર્ટી દ્વારા બાગી નેતાઓને મનાવવા માટે દિગ્ગજ નેતાઓની ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ ત્યારપછી પણ કોંગ્રેસ માત્ર પોતાના ૮ નેતાઓને જ મનાવવામાં સફળ રહી હતી. તેમાં દુર્ગાસિંહ ચૌહાણ-ખીંવસરથી, સતીશ શર્મા-ધોલપુરથી, કુલદીપ સિંહ રજાવત-દેવલી ઉનિયરાથી, લલિત ભાટી-અજમેર દક્ષિણથી, ભાનુપ્રતાપ-પીપલ્દાથી, પ્રહલાદ બેરવા-નિવાઇથી, ગોપાલ ગુર્જર-માલપુરાથી, કૃપારામ સોલંકી-નાગૌર જેવા નામનો સમાવેશ થાય છે.

Related posts

સિદ્ધૂને પંજાબનાં મુખ્યમંત્રીએ ઝાટક્યા

aapnugujarat

દેશનાં ૧૧ રાજ્યને વિશેષ દરજ્જો મળેલો છે : રિપોર્ટ

aapnugujarat

राम मंदिर : मार्च में अयोध्या आएंगे रविशंकर : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1