Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૭૦ દેશોમાં ભારતીયોએ કાળુનાણુ છુપાવ્યાનો ધડાકો

વિદેશમાં જમા કાળા નાણાંને પરત લાવવાની કેન્દ્ર સરકારની ઝુંબેશને મોટી સફળતા સાંપડી છે. આવકવેરાવિભાગને અંદાજે ૭૦ દેશોમાં ભારતીયોનું કાળું નાણું છુપાયું હોવાનીમાહિતી મળી છે. વિભાગને વિદેશી લેવડ-દેવડ સાથે જોડાયેલી ૩૦ હજારથી વધુ જાણકારીઓ મળી છે જેમાં અનેક શંકાસ્પદ ગણાવવામાં આવી રહી છે.
શંકાસ્પદ લેવડ-દેવડને લઈને આવકવેરા વિભાગે તેમાંથી અંદાજે ૪૦૦ લોકોને નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે નાણાકીય માહિતીઓના આદાન-પ્રદાન કરાર હેઠળ અલગ-અલગ દેશો તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
આવકવેરા વિભાગે સપ્ટેમ્બરમાં મળેલી આ જાણકારીના આધાર પર ગહન તપાસ અને કાર્યવાહી શરૂ કરીદીધી છે. જો કે વિભાગ એ માનીને ચાલી રહ્યો છે કે ૩૦ હજાર લેવડ-દેવડમાંથી તમામ કાળા નાણાની શ્રેણીમાં નથી આવતી. અમુક લેવડ-દેવડ કાયદેસર પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા વર્ષોમાં અલગ-અલગ દેશો સાથે ભારતે નાણાકીય જાણકારી આપવાના કરાર કર્યા છે જેના પાસેથી આ જાણકારીઓ મળી રહી છે.
ભારત અત્યાર સુધી ૮૦થી વધુ દેશો સાથે નાણાકીય લેવડ-દેવડની જાણકારી શેયર કરવાનો કરાર કરી ચૂક્યું છે. તેમાં સ્વિત્ઝરલેન્ડ સાથે ૨૧ ડિસેમ્બર-૨૦૧૭માં કરાર થયો હતો. આ હેઠળ જાન્યુઆરી-૨૦૧૯થી જાણકારી મળવાનું શરૂ થઈ જશે.

Related posts

ન્યાય યોજના દ્વારા ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક : રાહુલ ગાંધી

aapnugujarat

RBI के पूर्व गवर्नर रघुराम राजन ने मोदी सरकार की नीतिओं पर उठाए सवाल

aapnugujarat

भारत में ६ लाख से ज्यादा हैं बिना नियम वाले ड्रोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1