Aapnu Gujarat
રાષ્ટ્રીય

સફાઈકર્મીએ વિદ્યાર્થીની સામે હસ્તમૈથુન કરતાં ચકચાર

ચેન્નાઈમાં એસઆરએમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એક છાત્રાએ ગુરુવારે યૂનિવર્સિટીના એક કર્મચારી ઉપર તેની સામે માસ્ટરબેટ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીનીએ એ પણ કહ્યું કે કોલેજના અધિકારીઓએ તેની ફરિયાદ પર કોઈ એક્શન લીધી ન હતી. વિદ્યાર્થીનીના આરોપ પછી ગુરુવારે રાત્રે સેંકડોની સંખ્યામાં કોલેજ છાત્રાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓના મતે ગુરુવારે સાંજે લગભગ ત્રણ કલાકે સેકન્ડ યરની એક વિદ્યાર્થીની હોસ્ટેલથી ઘરે જવા માટે ચોથા માળની લિફ્ટ પરથી ચડી હતી. આ સમયે લિફ્ટમાં રહેલા સફાઇ કર્મચારીએ તેને જોઈને માસ્ટરબેશન કરવાનું શરૂ કરી દીધું હતું. સફાઇ કર્મચારીને જોઈને વિદ્યાર્થીનીએ બહાર જવાનો પ્રયત્ન કર્યો હતો પણ કર્મચારીએ તેનો રસ્તો રોક્યો હતો. આ પછી વિદ્યાર્થીની ચિલ્લાવા લાગી હતી અને તેની સાથે લડીને બહાર આવી ગઈ હતી.
એસઆરએમ યૂનિવર્સિટીના વાઇસ ચાન્સલર સંદીપ સંચેતીએ આરોપોને ફગાવતા કહ્યું હતું કે પ્રશાસન ફરિયાદની તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે છાત્ર અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે, જે પણ કાઈ મામલો છે તેને જોવામાં આવશે. જો જરુર પડી તો તપાસ કરવામાં આવશે. ઘણા વોટ્‌સએપ ગ્રૂપ પર આરોપી કર્મચારીની આ જ અપરાધી છે ના ટાઇટલ સાથે એક તસવીર શેર કરવામાં આવી રહી છે.

Related posts

પીએમ આવાસ : હવે કાર્પેટ વિસ્તારમાં ૩૩ ટકા વધારો

aapnugujarat

સબસિડી વગરના સિલિન્ડરમાં પાંચ રૂપિયાનો વધારો

aapnugujarat

LIC मामला : राहुल का सरकार पर तंज, कहा- मोदी जी चला रहे ‘सरकारी कंपनी बेचो’ मुहिम

editor

Leave a Comment

UA-96247877-1