Aapnu Gujarat
Uncategorized

ઉનાકાંડ બાદ દલિત આંદોલનમાં સરકારે કરેલા કેસો પાછા ખેંચવા સીએમને કરાઇ રજૂઆત

ઉનામાં અનુસૂચિતજાતિ પરિવાર પર થયેલા સામુહિક હુમલાના બનાવ બાદ થયેલ રાજ્યના આંદોલન થયું હતું. આ દરમિયાન રાજ્યભરમાં અનુસૂચિત જાતિના લોકો પર સરકાર દ્રારા કેસ કરવામાં આવ્યા હતા. હવે આ કેસો પરત ખેંચવા માટે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યાલયે રજુઆત કરી છે જેમાં ઉનાકાંડ બાદ થયેલા પ્રતિઆંદોલનમાં અનુસુચિત જાતિના લોકો પર થેયલા ૮૪ કેસો પાછા ખેંચવા માંગણી કરી છે.
૨૦૧૬ની તારીખ ૧૧ જુલાઈ રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તેમજ સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો મરેલી ગાયના ચામડાંના મુદ્દે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્રારા તેમનાં પર હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો. ઉનાની બજારમાં દોરડા બાંધી માર મારી સરઘસ કાઢવામાં આવ્યું હતું. રાજ્યમાં આ બનાવના વિરોધમાં તેમજ સરકારને આ મુદ્દે નક્કર કામ કરવા માટે જગાડવા રેલી, આવેદનપત્રો, ધરણા, સભા, શેરી મીટીંગ, જેવા કાર્યક્રમો કરવામાં આવેલ હતાં. જેમા સરકાર તરફથી ફરિયાદી બની મોટા ભાગના કેસોમાં પોલિસે પોતે ફરિયાદી બની નિર્દોષ લોકોને ફિટ કરી દીધાં છે.
ઉના કાંડ બાદ થયેલ પ્રતિ આંદોલનમાં ૮૪ જેટલા કેસ થેયલા છે.મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કાંતિલાલ પરમારે લખ્યું છે કે,ઉના કાંડ બાદ રાજ્યભરના અનુસૂચિત જાતિનાં લોકોએ આ અમાનવીય વર્તનનો સામે સરકાર વિરૂદ્ધ આરોપીઓ સામે પગલાં કડક કાનૂની પગલાં ભરવા અને આરોપીઓને ઝડપી લેવા આક્રોશ સાથે વિરોધ કર્યો હતો. જેનાં પરિણામેં રાજ્યમાં ૩૨લોકોએ લાગણીસભર થઈને ઝેર પીધુ હતું જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. ગુજરાતભરમાં આ આંદોલન પ્રસર્યું હતું. જેમાં અમરેલી ખાતે રેલી પુરી થયા બાદ અફરાતફરીમા એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું આકસ્મિક મોત થયું હતું.
આ મોતનો આરોપ અનુસૂચિત જાતિના ૭૦૦ લોકો પર નાખી દેવામાં આવ્યો હતો જેમાં આઇપીસી ૩૦૨ હેઠળ ૩૯ લોકોને પકડી પોલીસે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા જેમાં હાલ કાંતિભાઈ વાળા જેલમાં બાકીનાં લોકો જામીન પર છુટી ગયા છે.
કાંતિલાલે માંગ કરી છે કે જો પાટીદાર આંદોલન દરમિયાન સરકાર દ્રારા કરવામાં આવેલા કેસોમાંથી સરકારે ૯૮% કેસો પરત ખેંચ્યા છે તો અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્ધ થયેલ કેસો પરત ખેંચવા સત્વરે યોગ્ય નિર્ણય લઈ કાયદાની પ્રક્રિયા અનુસરી જે કેસો અદાલતમાં ચાલતા હોય તેવા કેસોમાં દરેક જિલ્લાના એસ.પી.નાં અભિપ્રાય મંગાવી અને તમામ કેસોમાં લીગલ વિભાગ દ્રારા સરકારી વકીલોને સુચના આપી કોર્ટમાં રિપોર્ટ કરી કેસો પરત ખેંચવા અને જે કેસોની હાલ પોલીસ દવારા તપાસમાં ચાલુ હોય તેવા કેસોમાં એ, બી કે સી. સમરી ભરી અથવા પડતાં મુકી કેસનો નિકાલ કરવા.

Related posts

अमेरिका में भारतीय नागरिक गिरफ्तार

editor

રાજકોટ ખાતે રૂા. ૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ “સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ”ને લોકાર્પિત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

વીરપુરના ખેડૂતોની ચિંતામાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1