Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સરકારે ટીવી પર સૌથી વધુ એડ આપી

૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર કરવામાં ભાજપ સરકારે ટીવી પર સૌથી વધુ એડ આપી છે. બધી જ કંપની અને પાર્ટીને પાછળ રાખીને ભાજપ સરકારે ટીવી પર પહેલા નંબરે બાજી મારી છે. હવે ભાજપ એડ બતાવવામાં એક નંબર બ્રાન્ડ બની ગઈ છે.
બ્રોડકાસ્ટ ઓડિયંસ સિસર્ચ કાઉંસિલનાં નવા આકડા અનુસાર ૧૬ નવેમ્બરે વિમલ પાન મસાલા પાછળ રહી ગયું છે. ૧૦થી ૧૬ નવેમ્બરની વચ્ચે ટીવી પર એડ બતાવવામાં ભાજપા સરકાર નંબર એક પર અને પછી નેટફ્લિક્સ અને ટ્રિવેગોનો નંબર આવે છે.
ગયા અઠવાડિયે ટીવી પર કુલ ૨૨૦૯૯ વખત બીજેપી સરકારે એડ બતાવી છે. જ્યારે બીજા નંબર પર ૧૨૯૫૧ વખત એડ બતાવનાર નેટફ્લિક્સ છે. અને ત્યારબાદ ટ્રિવેગોનો નંબર ૩ છે જેણે ૧૨૭૯૫ વખત એડ બતાવી છે. જોવા જેવી વાત એ છે કે કોંગ્રેસનો નંબર એકથી દસમાં ક્યાંય નથી.બીજેપી આ પહેલા નંબર બે પર હતી પરંતુ આ વખતે નંબર એક પર આવી ગઈ છે. તેમજ બીજી પણ એક વાત સ્પષ્ટ દેખાય છે કે પહેલા નંબર અને બીજા નંબર વચ્ચે ૧૦ હજાર જેટલો ફરક છે. દેશનાં પાંચ રાજ્યોમાં અમુક જગ્યાએ ચૂંટણી થઈ ચૂકી છે અને અમુક જગ્યાએ થવાની છે.

Related posts

સૌથી સફળ ફાઈઝર કંપનીનો રસીની મંજૂરી મેળવવા પ્રયાસ

editor

રાફેલ કેસ : રક્ષા મંત્રાલયથી ડિલના દસ્તાવેજો ચોરી થયા

aapnugujarat

અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1